જે ઘરમાં ચાલતી હતી લગ્નની તૈયારી, ત્યાં શહીદ જવાનની અર્થી ઊઠી, બહેનના કરુણ આક્રંદથી ધ્રુજી ઉઠ્યું ગામ

હામિરપુરઃ દેશની સેવા કરવાનું જૂનુન દરેક ભારતીયમાં ક્યાંક ને ક્યાંક હોય છે. દેશ માટે કંઈક કરવાની ભાવના જ છે જેના માટે લોકો કોઈ પણ ક્ષણે પોતાની બધી જ વસ્તુનું બલિદાન આપવા તૈયાર હોય છે. આવી જ એક વાર્તા એવા વ્યક્તિની છે. જેના લગ્ન સમારોહની તૈયારી કરવામાં આવી રહી હતી, પરંતુ તેના નસીબમાં કંઈક બીજુ જ લખાયેલું હશે. જેને કારણે હવે કફનથી લપેટાયેલ તેનું શરીર લગ્ન પહેલા ઘરે આવ્યું હતું. હા, રવિવારે શહીદ કમલ દેવ વૈદ્યનું પાર્થિવ દેહ ઘરે આવ્યો. રક્ષાબંધન 22 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના 28 દિવસ પહેલા ભાઈના મૃત્યુના સમાચારથી બહેનો ઉંડા આઘાતમાં છે.

જણાવી દઈએ કે 27 વર્ષીય કમલ દેવ વર્ષ 2015માં ભારતીય સેનામાં જોડાયો હતો અને આ વર્ષે ઓક્ટોબરમાં તેના લગ્ન થવાના હતા. શુક્રવારે કમલની બંને બહેનો તેમના પિયર આવી હતી. તે પણ કારણ કે રાખીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ભાઈના હાથ ઉપર રાખડી બાંધશે. રાત્રે, બંને બહેનો ઇંદુ અને શશીએ કમલની સાથે વોટ્સએપ પર એક વીડિયો કોલ દ્વારા લાંબી વાતો કરી હતી.

પરંતુ શનિવારે સવારે સાત વાગ્યે ભાઈના મોતના સમાચાર પહોંચ્યા હતા. જે બાદ શહીદ કમલદેવ તેના માતાપિતા, મોટા ભાઈ અને બે બહેનોને પાછળ છોડી ગયો છે. શહીદના પિતા મદન લાલ સુથાર છે. માતા બનિતા કુમારી ગૃહિણી છે જ્યારે મોટા ભાઈ દેવેન્દ્ર વૈદ્ય ગામમાં જ માલની ડિલિવરીનું ખાનગી કામ કરે છે.

આવી સ્થિતિમાં ક્યાંક પરિવાર પર મુશ્કેલીઓનો બેવડો ફટકો પડ્યો છે. એક તરફ પરિવારનો યુવાન પુત્ર શહીદ થયો હતો. બીજી બાજુ, ઘરનો કાયમી કમાતો સભ્ય જતો રહ્યો છે. જાણવા મળવાનું છે કે કમલદેવે લુદ્દર મહાદેવ સ્થિત ગવર્મેન્ટ હાઇ સ્કૂલમાંથી દસમું ધોરણ અને ભોરંજની સરકારી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી બારમા ધોરણનો અભ્યાસ કર્યો હતો. તેણે સરકારી કોલેજ કંજ્યાણ ભોરંજમાં પ્રથમ વર્ષ બી.એસ.સી.માં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ તે દરમિયાન તે સૈન્યમાં જોડાયો હતો.

એટલું જ નહીં, ઓક્ટોબર મહિનામાં, લગ્નની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, કમલે ચાર રૂમોનું પાકું મકાન બનાવવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. આ મકાનનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. લગ્ન પહેલા ઘરમાં પ્રવેશ કરવાની યોજના હતી. માતા-પિતા, ભાઈઓ, બંને બહેનોને શનિવારની સવારે જ્યારે સૈનિક શહીદ થયો હોવાનાં સમાચાર મળ્યા ત્યારથી અન્નનો એક દાણો પણ ગ્રહણ કર્યો ન હતો. બહેનો પૂછી રહી છે કે રક્ષાબંધન પર તે કોના કાંડા પર રાખડી બાંધશે.

પરિવારની રોઈ-રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છેકે, એક વર્ષની અંદર ઉપમંડલ ભોરંજમાં સૈનિકનાં શહીદ થવાનો આ બીજો મામલો છે. ગયા વર્ષે સિયાચિનની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલી હાથાપાઈમાં ભોરંજ ઉપમંડલના ગામ કડોહતાનાં સૈનિક અંકુશ ઠાકુર શહીદ થયા હતા અને હવે કમલ દેવ વૈદ્ય.

ઉલ્લેખનીય છેકે, જમ્મૂ-કાશ્મીરનાં પુંછ જીલ્લામાં લેન્ડમાઈન વિસ્ફોટને કારણે હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ભોરંજ સબ-ડિવિઝનના ઘુમારલી ગામમાં રહેતો ડોગરા રેજિમેન્ટ જવાન કમલદેવ વૈદ્ય શહીદ થયો હતો અને આજે તેના સંપૂર્ણ રાજકીય સમ્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કમલદેવના બલિદાન પર પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલ, કેન્દ્રીય માહિતી પ્રસારણ અને યુવા સેવાઓ રમત મંત્રી અનુરાગ ઠાકુર, હિમાચલ પ્રદેશ વિધાનસભાના નાયબ ચીફ અને ધારાસભ્ય કમલેશ કુમારી, ધારાસભ્ય રાજેન્દ્ર રાણા અને ઇન્દ્રદત્ત લખનપાલ, પૂર્વ ધારાસભ્ય ડો. અનિલ ધિમાન, કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુરેશ કુમાર, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા પ્રેમ કૌશલ, પ્રોમિલા કુમારી, જિલ્લા પરિષદ પવન કુમારે શોક વ્યક્ત કર્યો છે.

error: Content is protected !!