કડુકા ગામે આજે પણ હાજરા હજુર છે ખેતલા આપા, મંદિરમાં આવતા ભકતોને આજે પણ સાક્ષાત દર્શન આપે છે.

આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ પવિત્ર મંદિરો આવેલા છે. જ્યાં જઈને એવી અનુભૂતિ થાય છે કે અહીં સાક્ષાત ભગવાન અહીં બિરાજમાન હોય. આજે અમે તમને ગુજરાતના એક એવા જ યાત્રા ધામ વિષે જણાવીશું. કડુકા ગામે આજે પણ હાજરા હજુર છે ખેતલા આપા, મંદિરમાં આવતા ભકતોને આજે પણ સાક્ષાત દર્શન આપે છે.આ મંદિરમાં મોટી સંખ્યામાં તમને ખેતલા આપા જોવા મળશે જુઓ વિડિયો 

એક પણ ખેતલા આપા કોઈને કરડ્યા નથી.          ખેતલા આપાનું આ મંદિર જસદણ તાલુકાના કડુકા ગામે આવેલું છે. જસદણ થી માત્ર 22 કિલોમીટર ના અંતરે આવેલું છે આ નાના એવા ગામમાં ખેતલા આપાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં મોટી સંખ્યામાં તમને ખેતલા આપા જોવા મળશે પણ આજ સુધીનો રેકોડ છે કે એક પણ ખેતલા આપા કોઈને કરડ્યા નથી.

આ મંદિર અંદાજે 300- 400 વર્ષ જૂનું છે
આ ખેતલા આપા દાદાનો સાક્ષાત પરચો ગણાવી શકાય છે.ખેતલા આપા દાદાએ કડુકા ગામના કાનાબાપા ના ભજન થી ખેતલા આપા સાક્ષાત પરચો આપ્યો હતો. એના પછી અહીં દાદાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિર અંદાજે 300- 400 વર્ષ જૂનું છે

મંદિરમાં ચાંદીના નાના ખેતલા આપા ભેટ સ્વરૂપે ચઢાવે છે.
અહીં મંદિરમાં તમે દર્શન કરવા માટે જશો. ત્યારે તેમને ઘણાં બધાં નાના અને મોટા સ્વરૂપ માં ખેતલા આપા જોવા મળી જશે. ગામ માં ખેતલા આપા ગમે ત્યાં નીકળે તો છોકરા પકડી ને મંદિર મૂકી જાય છે અહીં ખેતલા આપા 300-4 00વર્ષ થી છે ત્યાં દર્શન માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જાય છે.સાચા દિલથી જો ખેતલા આપાના દર્શન કરીને માનતા માનવામાં આવે તો તેમની દરેક મનોકામના જરૂરી પુરી થાય છે.ખેતલા આપા વાજીયા ને દીકરા પણ આપે છે ભકતો પોતાની મનોકામના પૂર્ણ થવા પર મંદિરમાં ચાંદીના નાના ખેતલા આપા ભેટ સ્વરૂપે ચઢાવે છે.

દર મહિના ના પાચમે ધજા ચડાવવામાં આવે છે
દર મહિના ના પાચમે ધજા ચડાવવામાં આવે છે શ્રાવણ મહિનાની પાચમે મોટો મેળો ભરાય છે ત્યારે હજારો ની સંખ્યા માં દર્શનાર્થીઓ ખેતલા આપા દર્શન કરવા આવે છેપ્રસાદ સવાર થી સાંજ સુધી આખો દિવસ ભક્તો માટે મળી રહે છે તેમજ ચા પણ આખો દિવસ ભક્તો માટે મળી રહે છે તેમજ તેમની માટે રેહવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા વીના મૂલ્યે આપવામાં આવે છે તો મિત્રો તમને અમારો આ લેખ લાગ્યો હોય તો લાઈક અને શેર કરો અને કૉમેન્ટ માં ખેતલા આપા લખો 

error: Content is protected !!