કે.એલ. રાહુલે કહ્યું- ધોની શ્રેષ્ઠ કેપ્ટન છે, હું એમના માટે હસતા-હસતા બંદૂકની ગોળી ખાઈ શકું છું, કોહલીની કેપ્ટનશિપના પણ વખાણ કર્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાર્યા પછી વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે.એલ.રાહુલે ટીમના કેપ્ટન મુદ્દે મહત્ત્વપૂર્ણ વાત કહી હતી. એણે કહ્યું હતું કે મારો ફેવરિટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. ધોની પાસેથી કૂલ માઇન્ડ સેટ સાથે ગેમ રમવાની કળા શીખવી જોઇએ. કે.એલ.રાહુલની આવી પ્રતિક્રીયાથી વિરાટ કોહલી પર શું અસર પડશે? તે પણ ચર્ચાનો મુદ્દો બની શકે છે.

કે.એલ.રાહુલે ધોની અંગે ઘટસ્ફોટ કર્યા
કે એલ રાહુલે ફોર્બ્સ મેગેઝીન સાથે મહેન્દ્ર સિંહ ધોની અંગે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે ધોની એક એવા કેપ્ટન હતા કે એમના માટે ટીમનો કોઇપણ ખેલાડી હસતા-હસતા બંદૂકની ગોળી પણ ખાઈ શકે છે. ધોનીથી મેં ઉતાર-ચઢાવના સમયગાળામાં કેવી રીતે વિનમ્ર રહેવું તે શીખ્યું છે. તે જેવી રીતે બધુ પોતાના કંટ્રોલમાં રાખતા હતા એ પ્રશંસનીય હતું.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે જો કોઇ કેપ્ટનની વાત કરવામાં આવે તો આ પેઢી કે આવનારી પેઢીના મનમાં એક જ નામ આવશે, તે મહેન્દ્ર સિંહ ધોની હશે. અમે બધાએ એમની કેપ્ટનશિપમાં મેચ રમી છે અને ઘણી ટ્રોફી પણ જીતી છે. ટીમના પ્રત્યેક ખેલાડી ધોનીને આદર સન્માન આપે છે.

વિરાટ કોહલીના પણ વખાણ કર્યા
વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર કે.એલ.રાહુલે કહ્યું કે તે એક અલગ ટાઇપના કેપ્ટન છે. કોહલી એક ખેલાડી રૂપે ઘણા ઉત્સાહી છે. તે 200ની સ્પીડે શરૂ કરે છે ત્યારે સામાન્ય ખેલાડી માટે 100ની સ્પીડ પકડવી જ સંભવ હોય છે. એમની પાસે 10 ખેલાડીઓને સાથે લઇને ચાલવાની સ્કીલ છે. વિરાટ પણ અન્ય ખેલાડીઓને 100થી 200ની સ્પિડે પહોંચાડવા માગે છે.

error: Content is protected !!