ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરતા જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત, મળ્યું દર્દનાક મોત, પરિવારનું કરૂણ આક્રંદ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી- રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાયલા નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા આ અકસ્માત થયો હતો. જેમાં PSIનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ. એ.કે પરમારનું અકસ્માતમાં મોત થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત માટે કોણ જવાબદાર છે તે દિશામાં તપાસ પાસ પોલીસ આ મામલે પગલા ભરશે.

આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર જૂનાગઢ પીએસઆઇ એ.કે.પરમાર સાયબર ક્રાઈમની ટ્રેનિંગ પૂરી કરીને ગાંધીનગરથી કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે કારનો અકસ્માત થયો છે.

સાયલા નજીક ડિવાઈડર સાથે કાર અથડાતા PSIનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેમાં જૂનાગઢના એ ડીવીઝનના પી.એસ.આઈ.એ.કે પરમારનું નિધન થતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.

પીએસઆઈ પરમાર પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં હતા અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો છે. મૃતક પીએસઆઈ પરમાર અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. તેઓ ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

પીએસઆઈ પરમારના મોતની ખબર મળતા પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેસમાં પોલીસ પોસ્ટમોર્ટમ સહિતની તપાસ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પ્રયાસ કરશે. યુવાન પોલીસકર્મીનું મોત થતા તેમના સાથી કર્મચારીઓ અને અન્ય પોલીસ બેડાના જવાનોને વાત માન્યામાં આવતી નથી. તેમની સાથે ટ્રેનિંગમાં હતા તે પોલીસકર્મીઓને પણ આ આઘાત લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!