ભારે હૈયે કરાયા મા-દીકરીના અંતિમ સંસ્કાર, દીકરીને ભેટીને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, સર્જાયા ભાવુક દ્રશ્યો

એક રડાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જે વાંચીને તમારી આંખો પણ ભરાઈ આવશે. કહેવાય છેને કે કુદરત જયારે રૂઠે ત્યારે ભલ ભલા કઠણ હૃદયના માનવીના આંખોમાંથી પણ આંસુ આવી જાય… એવી જ એક આઘાતજનક અને દુઃખદ ઘટના જુનાગઢના સોલંકી પરીવાર સાથે બની છે. મૃત પુત્રવધુના શરીરમાંથી જન્મેલી પુત્રીનું નિધન થવા છતાં સોલંકી પરિવારે દુઃખ ભૂલીને અન્ય સમાજને નવો રાહ ચીંધ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુનાગઢના રહેવાસી મયુર સોલંકીના પુત્ર શ્રીનાથ સોલંકીના પત્ની મોનિકા સોલંકી ગર્ભવતી હતા. સોલંકી પરિવારમા પારણું બંધાવાનું હતું તેની ખુશી ચારેતરફ હતી. પરિવારમાં આનંદ વિહરતો હતો. ડિલીવરીનો દિવસ પણ આવી ગયો. ત્યારે ડિલીવરી સમયે અચાનક હૃદય બેસી જતા મોનિકાબેનનુ અવસાન થયું.

ત્યારે પરિવાર પર પહેલો વ્રજઘાત પડ્યો હતો. પરંતુ દુઃખના ડુંગરો વચ્ચે અચાનક ઓપરેશન રૂમમાંથી ડોક્ટરે બહાર આવીને કહ્યું કે, બાળક જીવિત છે, સિઝેરીયન કરીને બચાવી લેવું છે. ત્યારે પરિવારમાં દુઃખ વચ્ચે પણ એક આશા જીવંત છે તેવુ લાગ્યું. તેમણે તરત હા પાડી દીધી હતી. મોનિકાબેને જતા જતા એક ફુલ જેવી દીકરીને જન્મ આપ્યો હતો. જેથી પરિવાર ફરી મલકાયો.

ખુશીની ઘડી છવાઈ ગઈ. પુત્રવધુ તો ગુમાવી દીધી, પણ હવે પૌત્રીની સાથે જીવન વિતાવીશું તેવો હરખ પરિવારના સભ્યોમાં જોવા મળ્યો. પણ પરિવાર ને ક્યાં ખબર હતી કે આ ખુશી પળભરની જ છે. ભગવાનની મરજી કંઈક અલગ જ હતી અને ઇન્ફેશન લાગવાને કારણે જોતજોતામાં ફૂલ જેવી દીકરીનું પણ અવસાન થયું.

જે બાળકીએ હજી દુનિયામાં આવીને આંખ પણ નહોતી ખોલી ને તેનુ પણ મોત નિપજ્યું. માતા અને બાળકી બન્નેના મોત થતા સોલંકી પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જોકે દુઃખની ઘડીમાં જ્યાં પુત્રવધુ અને પૌત્રીને ગુમાવી ચૂક્યા હતા, ત્યાં પરિવારે સમાજ સેવાનુ કામ ચૂક્યા નહિ.

સોલંકી પરિવારે મોનિકાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય લઈ સોલંકી પરિવારે પુત્રવધુ મોનિકાની આંખનું દાન કરીને અન્ય લોકોને દ્રષ્ટિ મળે તે માટે પહેલ કરી. બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા 114મું ચક્ષુદાન ડો. સુરેશભાઇ ઉંજીયા અને એડવોકેટ ગિરીશભાઇ મશરૂ દ્વારા સ્વિકારવામાં આવ્યું હતું.

મોનિકાબેનના ચક્ષુ સકીલભાઇ હાલેપોત્રા દ્વારા રાજકોટ મેડીકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. પરિણામે હવે 2 વ્યક્તિને આંખોની રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે. ચક્ષુદાન કર્યા બાદમાં સોલંકી પરિવારે માતા અને પુત્રીને ભારે હૈયે અંતિમ વિદાય આપી હતી.

ન તો પુત્રવધુ જીવિત રહી, ન તો જેની આશા હતી તે દીકરી આ દુનિયમા રહી. પરંતુ પરિવારે બંનેને આખો સમાજ યાદ રાખે તેવી વિદાય આપી. તેમની અંતિમ યાત્રા બેન્ડબાજા સાથે કાઢવામાં આવી. જેમાં હજારોની સંખ્યામા સ્વજનો જોડાયા હતા. પરિવારને સ્વ.મોનિકા પાછળ હજુ કંઈક કરવાની ઈચ્છા હતી, તેથી તેમના બેસણાંમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મયુર સોલંકી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે તેનો પુત્ર શ્રીનાથ સોલંકી પણ એ જ વ્યવસાય સાથે સંકળાયેલ છે. ત્યારે ઘરમાં આવી પડેલી દુઃખની પરિસ્થિતિમાં પણ અન્ય લોકોને કઈ રીતે મદદ કરી શકાય તેવો નવો રાહ આ પરિવારે ચીંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!