24 કરોડના પાડાની વૈભવી જીવનની થશે ઈર્ષ્યા, જીવે છે આવા ઠાઠમાઠથી, રોજ કરવામાં આવે છે મસાજ, પીએ છે દૂધ ને મધ

અરવિંદ જાંગિડ ગઈ રાત્રે રૂપિયા 24 કરોડની કિંમતના પાડાને લઈ પુષ્કર મેળામાં લઈ પહોંચ્યા છે. મેળામાં પાડાને મોતીસર રોડ પર પ્રદર્શન માટે રાખવામાં આવ્યો છે. અરવિંદના જણાવ્યા પ્રમાણે કેટલાક મહિના અગાઉ જોધપુર આવેલા અફઘાનિસ્તાનના એક શીખ પરિવારે આ પાડાની રૂપિયા 24 કરોડની બોલી લગાવી હતી, જોકે માલિક ભીમાને વેચવા ઈચ્છતો નથી. તેમણે કહ્યું કે આ અગાઉ વર્ષ 2018 અને વર્ષ 2019માં પણ ભીમાને પુષ્કર મેળામાં પ્રદર્શન માટે લાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બાલોતરા, નાગૌર, દેહરાદૂન સહિત અનેક મેળાઓમાં તેનું પ્રદર્શન કરાયું છે. અરવિંદે મેળામાં યોજાયેલી પશુ સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર પણ મેળવ્યો હતો. તેઓ પશુપાલકોને ભીમનું સીમન ઉપલબ્ધ કરાવે છે. મુર્રા નસ્લના આ પાડાના સીમનની દેશમાં પણ ભારે માગ છે.

 

ભીમા પાછળ પ્રત્યેક મહિને રૂપિયા 2 લાખનો ખર્ચ થાય છે
14 ફૂટ લાંબો અને 6 ફૂટ ઉંચાઈ ધરાવતો આ ભીમકાય પાડાનો વજન આશરે 1500 કિલો છે. તેની માવજત તથા આહાર પાછળ પ્રત્યેક મહિને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અરવિંદે જણાવ્યું કે પાડાને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ, એક કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે.

બે વર્ષમાં વધી રૂપિયા 3 કરોડ કિંમત
ભીમ પાડાના વજનમાં બે વર્ષમાં 200 કિલો અને કિંમતમાં ત્રણ કરોડનો વધારો થયો છે. પુષ્કર મેળામાં જ્યારે ભીમને બીજી વખત 2019માં લાવવામાં આવેલો ત્યારે તેનો વજન 1300 કિલો હતો. જ્યારે અત્યારે તેનો વજન વધીને 1500 કિલો સુધી પહોંચી ગયો છે. આ રીતે અગાઉની બોલી રૂપિયા 21 કરોડ સુધી લગાવવામાં આવી હતી. હવે રૂપિયા 24 કરોડની ઓફર મળી ચુકી છે. જોકે માલિકે આ કિંમતથી પણ વેચવા માટે તૈયારી દર્શાવી નથી.

સીમનને લીધે માગમાં ભારે વધારો
મુર્રા નસ્લના આ પાડાની વિશ્વભરમાં ઘણી માગ છે. તેના સીમનથી થતી ભેંસોનું 40થી 50 કિલો વજન રહે છે. તે પુખ્ત થતા એક વખતમાં 20થી 30 લીટર સુધી દૂધ આપે છે. પાડાના 0.25 ML સીમનની કિંમત આશરે રૂપિયા 500 છે. 0.25 ML સીમન એક પેનની રીફિલ જેવી સ્ટ્રોમાં ભરવામાં આવે છે. ભીમ પાડાનો માલીક વર્ષ દરમિયાન 10 હજાર સ્ટ્રોનું વેચાણ કરે છે. એક વખતમાં 4થી 5 ML સીમન એકત્રિત થાય છે.આ છે 24 કરોડનો મહાકાય ભીમ પાડો, અધધધ…1500 કિલો વજન, રોજ ખાય છે કિલો ઘી, ને પીવે 25 છે લીટર દૂધ, ને મધ, સીમનની દેશમાં ભારે માગ

error: Content is protected !!