ગોંડલમાં 18 વર્ષની દેશ સેવા બાદ નિવૃત થયો જવાન, ગામડે કરવામાં આવ્યું જોરદાર સ્વાગત, જુઓ તસવીરો

 ગોંડલ:ગોંડલના વતની રહેવાસી ફૌજી જયદીપસિંહ ગોહિલ બી.એસ.એફમાં 18 વર્ષ સુધી ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત થતા વતનમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જયદીપસિંહે લોકોના માનને વધાવી લીધુ હતું.આવા જ ઝિંદાદિલ જયદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ બાળપણથી જ દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા.

બાળપણથી જ દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા ઝિંદાદિલ મનુષ્ય વતન, માનવધર્મ કે પોતાની કોઈ ટેક ખાતર ફના થવામાં કદી પાછી પાની કરતો નથી. તે ઘેટાંની જેમ કાયરતાથી નહિ, પરંતુ સિંહની જેમ બહાદુરીપૂર્વક જીવવામાં માને છે. તેની નજર સામે વીરતાથી ઝઝૂમનારા રાણા પ્રતાપ અને ઝાંસીની રાણી, વિશ્વવિજેતા સિકંદર અને સમ્રાટ અશોક જેવાં ઉદાહરણો હોય છે. આવા જ ઝિંદાદિલ જયદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ બાળપણથી જ દેશ ભક્તિના રંગે રંગાયેલા હતા.

જયદીપસિંહે લોકોના માનને વધાવી લીધુ હતું. ફૌજીના સ્વાગતમાં સ્થાનિક આગેવાનોપણ જોડાયા ગોંડલના કોટડા સાંગાણી રોડ ઉપર આવેલ મારુતિ ધામ સોસાયટીમાં રહેતા જયદીપસિંહ ગોહિલે ભારતીય સેનામાં ASC બટાલિયનમાં જોડાયા હતા. તેમણે દેશની સીમા સુરક્ષાની ફરજ દરમ્યાન મેરઠ, પટિયાલા, આસામ, વડોદરા, લેહ લદાખ અને ભુજ ખાતે નિષ્ઠાપૂર્વક બજાવી હતી.

તેઓ નિવૃત થયા બાદ વતનમાં પરત ફરતા ગત સાંજે ગોંડલમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશનાં આ ફૌજીના સ્વાગતમાં સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.
error: Content is protected !!