રિવાબાએ લેવિસ ફાર્મ હાઉસમાં દોડાવ્યો ઘોડો, તસવીરો જોઈને મોંમાં નાખી જશો આંગળા

રિવાબાએ લેવિસ ફાર્મ હાઉસમાં દોડાવ્યો ઘોડો, તસવીરો જોઈને મોંમાં નાખી જશો આંગળા

ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હાલ વતન જામનગરમાં છે. ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બાદ રવિન્દ્ર જાડેજા અલગ અલગ જગ્યાએ ફરીને રજાઓ ગાળી રહ્યા છે. આ ઉપરાંત તે હાલ પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે. ગુજરાત ચૂંટણી 2022માં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જીતી ગયા છે. મહત્વનું છે કે જામનગર ઉત્તર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર રિવાબાએ બાજીમારી લીધી છે.

એ વાત તો બધાને ખબર છે કે જાડેજાને ઘોડા ખૂબ પ્રિય છે. પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ઘોડ સવારીનો શોખ છે. રિવાબાએ ગઈકાલે રવિવારે પોતાના ફેસબૂક પેજ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં રિવાબાએ પોતાના ફાર્મ હાઉસ પર ઘોડે સવારીનો આનંદ ઉઠાવ્યો હતો.

બ્લેક ટીશર્ટ અને પેન્ટમાં સજ્જ રિવાબાએ સફેદ ઘોડાની સવારી માણી હતી. ઉલ્લેખનીય છે કે રિવાબા જાડેજા ભાજપ પાર્ટી જોઈન કરી છે. આ ઉપરાંત સોશ્યલ ફીલ્ડમાં પણ રિવાબા ખૂબ સક્રીય છે. તેઓ ખૂબ મોટા પાયે દાન પણ કરે છે. આ ઉપરાંત ગામડે ગામડે ફરીને મહિલાઓમાં જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરી રહ્યા છે.

નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાને ઘોડા-ઘોડીઓનો ખૂબ ક્રેજ છે. તે પરિવારના સભ્યની જેમ તેનો ઉછેર કરે છે. તેના ફાર્મ હાઉસમાં 6થી વધુ જાતવાન ઘોડા-ઘોડીઓ છે.

ક્રિકેટમાંથી જ્યારે પણ બ્રેક મળે છે ત્યારે રવિન્દ્ર જાડેજા જામનગર પોતાના ઘરે આરામ કરવા આવે છે. આ દરમિયાન જાડેજા તેના ફાર્મ હાઉસમાં જઈને તેના પ્રિય ઘોડા-ઘોડીઓને અચૂક મળે છે. એટલું જ નહીં તે ઘોડે સવારીનો આનંદ પણ માણ છે.

રવિન્દ્ર જાડેજાએ પોતાના ઘોડા-ઘોડીઓના નામ પણ રાખ્યા છે. તેની પાસે ‘વીર’ ઉપરાંત ‘માણેક’, ‘વારી’, ‘લાલબીર’ સહિત અનેક ઘોડા-ઘોડીઓ છે.

રવિન્દ્ર જાડેજાને ઘોડા પ્રત્યેનો પ્રેમ એ વાત પરથી જ નક્કી થાય છે કે તેણે તેના જમણા હાથ પર ઘોડાનું ટેટ્ટુ બનાવડાવ્યુ છે. રવિન્દ્ર જાડેજાએ અંદાજે ત્રણ વર્ષ પહેલાં પોતાના પ્રિય ઘોડા ‘લાલવીર’નું ટેટ્ટુ દોરાવડાવ્યું હતું.

જામનગરમાં એક મધ્યમવર્ગ પરિવારમાં જન્મેલા રવિન્દ્ર જાડેજાની આજની સફળતામાં તેનો વર્ષોનો સંઘર્ષ છુપાયેલો છે. આજે જાડેજાની બ્રાન્ડ વેલ્યૂ કરોડોમાં છે. આઈપીએલથી માંડીની જાહેરાતોમાં જાડેજા લાખો રૂપિયા કમાય છે. રવિન્દ્ર જાડેજાએ વતન જામનગરમાં ચાર માળનો લેવિસ બંગલો બનાવ્યો છે. આ ઉપરાંત જાડેજા ફાર્મ હાઉસ અને રેસ્ટોરન્ટનો પણ માલિક છે.

જાડેજાના ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પૂલ પણ છે. રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસના મેઇન ગેટ પર RJ (રવિન્દ્ર જાડેજા) લખેલું છે. રવિન્દ્ર જાડેજાએ ઘરનું નામ પોતાના માતાના નામ પરથી ‘શ્રીલતા’ રાખ્યું છે. આગળ લાકડાના બે મોટા દરવાજા ઘરને રજવાડી લૂક આપે છે. ઘરનું ફર્નિચર પણ જૂની રજવાડી સ્ટાઈલનું છે. જાડેજાએ ઘરમાં જ જીમ પણ બનાવ્યું છે. આ ઉપરાંત પ્રેક્ટિસ માટે બંગલોની પાછળની તરફ ગાર્ડન પણ બનાવ્યો છે. ઘરમાં ઘણી એન્ટિક વસ્તુઓ છે. ખુરશી-સોફા વગેરે રોયલ સ્ટાઈલનું છે. જેનાથી ઘરની શોભા વધુ નિખરી ઉઠે છે. જાડેજાએ ટ્રોફી-એવોર્ડ માટે ખાસ રૂમ પણ બનાવડાવ્યો છે.

જાડેજાની આજની લેવિસ લાઈફ સ્ટાઈલ પાછળ અનેક વર્ષોનો સંઘર્ષ છે. 6 ડિસેમ્બર, 1988ના રોજ જન્મેલા રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા આર્મીમાં હતા. ઈજાના કારણે તેમને આર્મી છોડીને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરવી પડી હતી. પિતા ઈચ્છતા હતા કે તેમનો પુત્ર આર્મી જોઈન કરે, પણ રવિન્દ્રને ક્રિકેટમાં વધુ રસ હતો.

રવિન્દ્ર જાડેજા તેમના માતા લતાબેનની ખૂબ નજીક હતો. જ્યારે તેમનું નિધન થયું ત્યારે રવિન્દ્ર જાડેજાની ઉંમર માત્ર 17 વર્ષની હતી. માતાના નિધનથી દુ:ખી જાડેજાએ ક્રિકેટમાં રસ લેવાનો ઓછો કરી દીધો હતો. પણ તેમની મોટી બહેન તેમને સંભાળી લીધો અને રમવા માટે તૈયાર કર્યો.

જે વર્ષે રવિન્દ્રની માતાનું નિધન થયું એ વર્ષે તેની પસંદગી સૌરાષ્ટ્રની અન્ડર-14ની ટીમમાં થઈ હતી. રવિન્દ્રએ પહેલી જ મેચમાં 4 વિકેટ ઝડપી હતી અને 87 રન બનાવયા હતા. બાદમાં રવિન્દ્રના શાનદારના પ્રદર્શનના કારણે તેને અન્ડર-19ની ટીમ ઈન્ડિયાની ટીમમાં સ્થાન મળ્યું હતું. જાડેજાએ પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ 8 ફેબ્રુઆરી, 2009ના રોજ શ્રીલંકા સામે કર્યું હતું. વન-ડે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનાર અનિલ કુંબલે પછી રવિન્દ્ર જાડેજા એક માત્ર બોલર છે. રવિન્દ્ર જાડેજા એક માત્ર એવો ખેલાડી છે, જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ વખત 300થી વધુ રન બનાવ્યા છે.

જ્યારે આઈપીએલ શરૂ થઈ તે પહેલાં વર્ષે 2008માં સૌથી પહેલાં રાજસ્થાન રોયલ્સે રવિન્દ્રને ખરીદ્યો હતો. આજે જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. જાડેજાને ચેન્નાઈની ટીમે 2012માં 9.72 કરોડમાં ખરીદ્યો હતો. જાડેજાએ તેની કરિયરમાં 57 ટેસ્ટ, 168 વન-ડે અને 55 ટી20 મેચ રમી છે. તેણે તમામ ઈન્ટરનેશનલ ફોર્મટમાં 400થી વધુ વિકેટ ઝડપી છે.

જાડેજાએ રીવાબા સોલંકી સાથે 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાના બહેને રીવાબાની તસવીર મોકલાવી હતી ત્યારે પ્રથમ નજરમાં જ રીવાબા રવિન્દ્રને ગમી ગયા હતા. બાદમાં રીવાબા ભાજપમાં જોડાયા હતા.

રવિન્દ્ર જાડેજાએ રાજકોટના પોશ એરિયામાં જડ્ડુ ફૂડ ફીલ્ડ કરીને એક રેસ્ટોરન્ટ પણ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટ શરૂ થઈ ત્યાર પછીના થોડા દિવસોમાં ધોની સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી હતી.

રવિન્દ્ર જાડેજાની મરેજ એનિવર્સરી હતી. જાડેજાએ આજથી પાંચ વર્ષ પહેલાં આજના દિવસે રીવાબા સોલંકી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્નને 5 વર્ષ પૂર્ણ થતાં રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ સમાજના સમુહલગ્નમાં 34 કન્યાઓને સોનાના ખડગ આપવાની જાહેરાત પણ કરી હતી.