પુલવામામાં સુરક્ષાબળોએ 5 આતંકીઓને ઠાર કર્યા, અથડામણમાં એક જવાન પણ શહીદ થયો

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષાદળોની વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં સરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના IGP(ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ) વિજય કુમારે જણાવ્યું કે હાલ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. 2ની ઓળખ થઈ ગઈ છે. એક આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર નિશાજ લોન અને બીજો પાકિસ્તાની આતંકવાદી છે.

એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. રાજપોરા વિસ્તારના હંજિન ગામમાં આતંકીઓ છુપાયા હોવાના સમાચાર મળ્યા પછી સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.

સુરક્ષાદળોને રાજપોર વિસ્તારના હંજિન ગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
સુરક્ષાદળોએ 2 દિવસ પહેલા બે આતંકીઓને ઠાર કર્યા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં બુધવારે પણ એન્કાઉન્ટર થયુ હતું. કુલગામના ચિમેર વિસ્તારમાં સુરક્ષાદળોએ ઓપરેશન દરમિયાન 2 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

27 જૂને આતંકીઓએ SPOને ગોળી મારી હતી
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ રવિવારે રાતે એક સ્પેશિયલ પોલીસ અધિકારી(SPO) ફયાઝ અહમદ ભટ અને તેમની પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી. હુમલામાં ઘાયલ તેમની 21 વર્ષની પુત્રી રફિયાનું સોમવારે સવારે 4 વાગ્યે મૃત્યુ થયું હતું.

error: Content is protected !!