નકલી વાળ અને નકલી દાંત લગાવીને જયમાલા સ્ટેજ પર પહોંચ્યો વરરાજો, હકીકત સામે આવી તો ભડકી ગઈ દુલ્હન

એક ખૂબ જ અજીબોગરીબ બનાવ સામે આવ્યો છે. ગામમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. લગ્ન સમારોહ દરમિયાન એક એવી ઘટના બની, જેને સાંભળીને બધા ચોંકી ગયા. સૌ કોઈ જાનનું સ્વાગત કરવામાં વ્યસ્ત હતા. દુલ્હન પણ પોતાના હાથને મહેંદી અને સાજ શણગાર કરીને પ્રિયતમની રાહ જોઈ રહી હતી. બધાના ચહેરા ખુશખુશાલ દેખાતા હતા. બધા લોકો નવા નવા કપડા પહેરીને લગ્નમાં એન્ટ્રી પાડી રહ્યા હતા. પરંતુ જાન આવતાની સાથે જ અચાનક બધું બદલાઈ ગયું. કન્યાએ સ્ટેજ પર જ લગ્ન કરવાની ના પાડી દીધી. જેના કારણે વરરાજાને દુલ્હન વગર પરત ફરવું પડ્યું હતું.

આ વિચિત્ર બનાવ ઉત્તરપ્રદેશના જિલ્લાનો છે. અહીંના ઈટાવા જિલ્લાના ઉદ્દેતપુર ગામમાં વરરાજા જાન લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે મંગળવારની રાત્રે ઔરૈયાથી જાનમાં બધા નાચતા-નાચતા ઉસરાહર પોલીસ સ્ટેશનમાં બનેલા ગેસ્ટહાઉસ પહોંચ્યા. દરમિયાન કન્યાની બહેનો વરરાજાને મીઠાઈ ખવડાવવા આવી હતી. જ્યારે વરરાજાને મોઢામાં મિઠાઈ ચાવવામાં તકલીફ પડી રહી હતી ત્યારે લોકોને શંકા ગઈ. તેણે યુવતીના ભાઈને આ વાતની જાણ કરી.

આ બાબતે જાનમાં હોબાળો થયો હતો. વરરાજા નકલી વાળની વિગ પહેરીને આવ્યો હતો, એટલું જ નહીં, દાંત પણ નકલી હતા. જ્યારે દુલ્હનને આ વાતની ખબર પડી તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. વર પક્ષે છોકરીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ કન્યા રાજી ન થઈ. છોકરીએ કહ્યું, ‘તે એવા છોકરા સાથે લગ્ન નહીં કરે જેના વાળ નથી. તેના દાંત પણ નકલી છે. તે આવા છોકરા સાથે ક્યારેય સાત ફેરા નહીં લે.

યુવતીના ભાઈએ જણાવ્યું કે દોઢ મહિના પહેલા તેની બહેન સંગીતાના લગ્ન નક્કી થયા હતા. છોકરાના પરિવારજનોએ જણાવ્યું હતું કે છોકરાની પસંદગી SIની પોસ્ટ પર થઈ છે. જે બાદ અમે લગ્ન નક્કી કર્યા. પપ્પાએ છોકરાને જોયો હતો, તે સમયે તે તેના પર ધ્યાન આપી શક્યા નહીં. મારી બહેન અત્યારે ભણે છે. અમે લગ્નમાં 10 લાખ રૂપિયા ખર્ચ્યા છે. કાર પણ આપવામાં આવી છે.

ભાઈએ જણાવ્યું કે 16 ફેબ્રુઆરીએ પિતા મહેશ બિધુના પહોંચ્યા અને છોકરા સાથે શુકન ચડાવવાની કરવાની વિધિ કરી. નિર્ધારિત સમય અનુસાર, 22 ફેબ્રુઆરીએ, જાન ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદ્દેતપુર ગામમાં બનેલા લગ્નના લૉન પર પહોંચી. પરિવારે પણ આ મામલે સંગીતાને સાથ આપ્યો છે. તેમણે વરપક્ષ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. યુવતીના પિતાએ કહ્યું કે જો માથા પર વાળ ન હોય તો પહેલા જણાવવું જોઈતું હતું.નકલી દાંત અને વાળ લગાવીને પરણવા પહોંચ્યો યુવક, સાળીઓએ મીઠાઈ ખવડાવી તો ખુલી ગઈ પોલ… પછી જે થયું એના પર વિશ્વાસ નહીં આવે

error: Content is protected !!