જાડિયા યુવક સાથે થયો પ્રેમ પણ લોકોએ એવા એવા માર્યા મેણા કે…..

સમાજમાં એવાં ઘણાં લોકો છે જે બીજાની લાઇફને સતત જજ કરતાં રહે છે. એટલું જ નહીં કેટલાક લોકો તો બોડી શેમિંગ પણ ખૂબ જ કરે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સિએના કીરા પોતાના દીકરા ઓલિવર સાથે ગાર્ડનમાં રમી રહી હતી. ત્યારે ત્યાં એક છોકરો આવ્યો અને તેનો મંગેતર અને એક્ટર જોર્જ કીવુડ તરફ ઈશારો કરીને બોલ્યો કે, ‘ તે જુઓ જાડો આદમી ’. આ વાત સાંભળી ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતાં.

આ પછી તે સિએનાની તરફ વિચિત્ર નજરે જોઈ રહ્યો હતો. સિએના એક એવી મહિલા છે જેનું ફિગર સારું છે અને તે સ્લીમ છે.સિએનાએ જણાવ્યું કે, ‘‘ એક અમીર એક્ટર સાથે લગ્ન કરવાને લીધે લોકો મને ડિગર સમજે છે.’’ ગોલ્ડ ડિગર તે મહિલાઓને કહેવામાં આવે છે જે અમિર લોકો સાથે સૂવા અથવા રહેવા માટે રેડી થઈ જાય છે.

સિએનાએ જણાવ્યું કે, ‘‘ આ લોકો એવું વિચારે છે કે, મેં જોર્જ સાથે લગ્ન માત્ર તેમની મિલકત જોઈને કર્યા છે. તે એક સારા એક્ટર છે અને સારી કમાણી કરે છે. એટલે હું તેમનો લુક ન જોયો અને તેમના રૂપિયા જોયા અને લગ્ન કરવા માટે હા પાડી દીધી હતી. પણ આવું જરાય નથી. ’’

સિએના અને તેમના પતિ ખૂબ જ જલદી બીબીસીની એક ડોક્યુમેન્ટ્રીમાં જોવા મળશે. જેમાં લોકોના વિચિત્ર વ્યવહારને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.

સિએના પોતાની લાઇફ વિશે વધુમાં કહે છે કે, ‘‘ જ્યારે પણ ટિકટોક પર કોઈ વીડિયો શેર કરું છું તો લોકો મને ખરાબ કોમેન્ટ કરવા લાગે છે. તે જોર્જને પણ બીમાર અને આળસુ કહે છે. પમ સારી વાત એ છે કે, મને અને જોર્જને આ વાતોથી જરાય ફરક પડતો નથી કે, લોકો શું કહે છે. અમે બંને એક બીજા સાથે ખૂબ જ ખુશ છીએ.’’

સિએનાએ વધુમાં જણાવ્યું કે, ‘‘ લોકો જોર્જના મોટાપાને ટારગેટ કરીને કહે છે કે, હું તેને કેવી રીતે પ્રેમ કરી શકું છું. જ્યારે અમે રોડ પર ચાલીએ છીએ તો લોકો અમને એક નજરે જોવે છે. જેને લીધે અમે અસહજ અનુભવ કરીએ છીએ.

લોકો ત્યારે હદ કરે છે જ્યારે મને મળવા અને વાત કરવાનો પ્રયત્ન કરે છે. તેમને લાગે છે કે, હું જોર્જ સાથે ખુશ નથી.’’ સિએના મૂળ ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. તેમણે જોર્જને પહેલીવાર વર્ષ 2018માં નેટફ્લિક્સના એક શોમાં જોયો હતો. તેમને ત્યારે જોર્જ સારો લાગતો નહોતો.

આ પછી તેમણે સોશિયલ મીડિયા પર જોર્જને મેસેજ મોકલ્યો અને બંનેની વાતચીત સ્ટાર્ટ થઈ ગઈ હતી. જલ્દી બંનેને પ્રેમ પણ થઈ ગયો હતો. આજે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશીથી જીવન જીવી રહ્યા છે.

error: Content is protected !!