દોઢ વર્ષથી ચાલતુ હતું લફરું, માતાએ અંગતપળો માણવામાં કણાની જેમ ખૂંચતા પોતાના જ દીકરાને પતાવી દીધો

ગુજરાતમાં એક શોકિંગ અને આંચકાજનક કિસ્સો સામે આવ્યો છે, વધુ એક વાર સંબંધો લજવાયા છે. વાત એમ છેકે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં પરિણીતા પ્રેમિકાએ પ્રેમીને મળવામાં મોકળાશ રહે તે માટે પોતાના 6 વર્ષના પુત્રનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. સાવલી પોલીસે આજે પસવા ગામમાં લઇ જઇ સુમિત્રાની પાસે પુત્ર પ્રિન્સની પ્રતિકૃતિ બનાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે બંને આરોપીના રિમાન્ડ માગ્યા નહોતા. જેથી કોર્ટે બંને આરોપીને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.

બંને વચ્ચે દોઢ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતુ હતું
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પસવા ગામમાં રહેતા સુમિત્રાબેન બારીયા (હાલ રહે. પસવા, સાવલી, જિ.વડોદરા), (મૂળ રહે. નવા ઢીકવા, હાલોલ, જિ.પંચમહાલ) બે સંતાનાની માતા છે અને તેમના લગ્ન આજથી આઠ વર્ષ અગાઉ મુકેશ ગોવિંદભાઈ પરમાર સાથે થયા હતા, પરંતુ, સુમિત્રાને તેને પિયર વિસ્તારમાં રહેતા કિશન મનહરભાઈ રાવળ (રહે. વેજલપુર, કાલોલ જિ. પંચમહાલ) સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને તેના કારણે તેના સંતાનનું ખાસ ધ્યાન રાખતી નહોતી અને તેના પિયરમાં તેના પ્રેમીને મળવા વારંવાર જતી રહેતી હતી. તેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે થોડીક કડવાશ રહેતી હતી.

પત્નીએ કહ્યું: હું બધાને પૂરા કરી દઈશ
26 જૂને સુમિત્રાએ પોતાના પતિને જણાવ્યું હતું કે, ઘરમાં મીઠું ખૂટી ગયું છે, લઈ આવો જેથી તે લેવા ગયો હતો, ત્યારે પરિણીતાનો પ્રેમી કાર લઇને તેને મળવા આવ્યો હતો. જેને ગામ લોકો જોઈ જતા ગામના યુવકોએ પકડીને તેના ઘરે લાવ્યા હતા. ગામના અગ્રણીઓ તેમજ પરિણીતાના માતા-પિતાને બોલાવીને સમગ્ર આ બાબતે જાણ કરી હતી, જેથી તેના માતા-પિતાએ તેને સમજાવી ઘરસંસાર માંડવા સમજાવી હતી. તેવામાં ગઇકાલે સવારમાં ઉઠીને તેનો પતિ નોકરી જવા તૈયાર થતો હતો અને પતિએ પરપુરૂષ સાથે અનૈતિક સંબંધો ન રાખવા પત્નીને સમજાવી હતી અને ઠપકો આપ્યો હતો, ત્યારે પત્નીએ કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે હું બધાને પૂરા કરી દઈશ અને કિશન સાથે ઘર બાંધીશ, તું અહીંથી નીકળી જા આવું કહેતા પતિ નોકરીએ જતો રહ્યો હતો.

કણાની જેમ ખૂચતા પુત્રની હત્યા કરી
પરિણીતાને પોતાના પ્રેમીને મળવા જતી વખતે પોતાનો 6 વર્ષનો પુત્ર પ્રિન્સ આંખના કણાની જેમ ખૂંચતો હતો અને પોતાના પુત્રની હાજરીના કારણે પ્રેમીને મળવા માટે અવરોધરૂપ લાગતો હતો. જેના કારણે બપોરના સમયે લાગ જોઈને સુમિત્રાએ નિર્દયી બનીને પોતાના પુત્રને ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને ત્યાર બાદ આ હત્યા પર પડદો નાખવા માટે પોતાના ઘર પાછળ આવેલ ખેતરમાં કેનાલ પાસે આવેલા થાંભલામાં ખૂબ જ નિર્દયતાથી પોતાના પુત્રનું માથુ ફસાવી દીધું હતું અને હત્યાને અકસ્માતમાં કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, ખેતરમાં રહેતા લોકોને ખબર પડી જતા સમગ્ર બનાવની જાણ સાવલી પોલીસને કરી હતી.

આરોપીઓને જેલમાં મોકલી દેવાયા
સાવલી પોલીસે આજે પસવા ગામમાં લઇ જઇ સુમિત્રાની પાસે પુત્ર પ્રિન્સની પ્રતિકૃતિ બનાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સમગ્ર ઘટનાનું વીડિયો પંચો રૂબરૂ રેકોર્ડિંગ કર્યું હતું સાથે સાથે મોબાઇલના સીડીઆર ચેક કર્યાં હતા. બંનેના બેંક ખાતાઓ ચેક કરતા વારંવાર થયેલ ટ્રાન્ઝેક્શન પણ પોલીસના ધ્યાને આવ્યું હતું. સાવલી પોલીસે સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને કોર્ટમાં બંને આરોપીઓને રજૂ કર્યાં હતા. તમામ પૂછપરછ પૂર્ણ થતાં અને ગુનામાં વપરાયેલા તમામ ચીજવસ્તુઓ રિકવર કરી લેતા કોર્ટમાં રિમાન્ડ માગ્યાં ન હતા. પરિણામે કોર્ટે બંને આરોપીઓને જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.ગુજરાતમાં ફરી સંબંધો લજવાયાઃ પ્રેમીને પામવા બની અંધ, કામાંધ બનેલી માતાએ પોતાના જ દીકરાને ગળુ દબાવી મારી નાખ્યો, પછી કહાની એવી બનાવી કે પોલીસને પણ ચકરાવે ચડી

error: Content is protected !!