એક જ પરિવારના ચાર-ચાર લોકોના તડપી તડપીને મોત, હસતા ચહેરા પાછળની દર્દનાક કહાની વાંચીને હચમચી જશો

હચમચાવી અને ચોંકાવનારા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં શંકાસ્પદ હાલતમાં એક જ પરિવારમાં ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જાણ થતા પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહોનો કબજો મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘરમાંથી પતિ-પત્ની અને તેમની બે પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે.


આ ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારની છે. મટકે વાલી ગલીમાં એક ઘરમાંથી પતિ-પત્ની અને તેમની બે પુત્રીઓના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ સામે હવે મોટો સવાલ એ છે કે આ મામલો આત્મહત્યાનો છે કે હત્યાનો? સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તમામ મૃતદેહોને ગોળી મારવામાં આવી છે.


પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે પતિ ઇસરાર અહેમદે તેની પત્ની અને 11 અને 9 વર્ષની બે દીકરીઓને ગોળી મારી, પછી પોતાને પણ ગોળી મારી હશે. ઈસરાર જીન્સનું કામકાજ કરતો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે ઇસરાર પાસે જીન્સનું કામ ન હતું, આર્થિક પરિસ્થિતિ કફોડી હતી, જેના કારણે તે તણાવમાં રહેતો.


તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ દિલ્હીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પતિ-પત્ની અને 2 બાળકોના મૃતદેહ મળ્યાં હતાં, સમયપુર બદલી વિસ્તારના સિરસપુર ગામના એક ઘરમાંથી 4 મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘરમાંથી જે મૃતદેહ મળ્યા તે એક જ પરિવારના હતા, જેમાં પતિએ પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની પોલીસને આશંકા હતી.


પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો પારિવારિક વિવાદનો હતો, પરિવાર ભાડાના ઘરમાં રહેતો હતો. જ્યાં પત્ની 2 મહિનાથી અલગ રહેતી હતી. તે 2 દિવસ પહેલા જ ઘરે પાછી આવી હતી. બાળકો અને પત્નીને ઝેર પીવડાવી, અમિતે રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસને બાળકો અને પત્નીને ઝેર આપી માર્યાની આશંકા હતી.હસતો ખેલતો પરિવારમાં પળભરમાં વિખેરાયો, પતિ-પત્ની અને બે દીકરીઓ તડપી તડપીને મોતને ભેટ્યા, જોનારાઓ પણ હચમચી ગયા

error: Content is protected !!