20 વર્ષીય કોલેજીયન યુવતીએ કેમ ટૂંકાવી લીધું જીવન? હૃદયદ્રાવક સુસાઈડ વાંચીને રડી પડશો

વધુ એક શોકિંગ ઘટના બની છે. બીકોમની વિદ્યાર્થિનીએ સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થિની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું, ”સાંભળ્યું હતું કે માત્ર ફિલ્મમાં જ ગેમ ચાલે છે, પરંતુ આજે અસલિયતમાં પણ જોઈ લીધી. પરિવારને હેરાન ના કરતા. મરજીથી આત્મહત્યા કરું છું.” આટલું લખીને વિદ્યાર્થિનીએ છત પરથી કૂદી ગઈ હતી અને મોત નીપજ્યું હતું.

આ ઘટના ઈન્દોરના બાણગંગા વિસ્તારની છે. મૃતકનું નામ રજની નિલોરે હતુ, તે 20 વર્ષની હતી અને શહેરની ખાનગી કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે પહેલા હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો. જો આમાં સફળતા ન મળી, તો પછી છરી વડે ગળાની નસ કાપવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં તેણે એસિડ પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ત્રણેય પ્રયાસોમાં તે નિષ્ફળ જતાં તેણે ઘરના બીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. યુવતીની છ મહિના પહેલા મહેશ્વરમાં સગાઈ થઈ હતી.

મૃતક રજનીના પિતા નારાયણ નિલોરે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. મંગળવારે સવારે તેના પિતા નાઇટ ડ્યુટી કરીને ઘરે પરત ફર્યા હતા. તેણે પહેલા તેમને ખવડાવ્યું. ત્યાર બાદ પિતા સાથે લાંબા સમય સુધી વાત કરી. બપોરે પપ્પા સુઈ ગયા ત્યારે તે ઘરની ઉપરના રૂમમાં નાની બહેન પાસે ગઈ હતી. થોડો સમય અભ્યાસ કર્યો. પછી સાંજે 5 વાગ્યે છત પરથી કૂદી ગઈ.

ઘરની પાછળ કંઈક પડવાનો અવાજ આવ્યો. રજનીના દાદી ઘરના પાછળના ભાગે ગયા ત્યારે તે લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. ઘટના સમયે તેની માતા કામથી બહાર હતી. બુધવારે સવારે બાળકીનું હોસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે સ્યુસાઇડ નોટ અને પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નાની બહેને કહ્યું- કેમ દીદીએ આવુ કર્યુ ખબર ન પડી
રજનીની નાની બહેન કોમલ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. બંને બહેનો એકસાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નાની બહેને જણાવ્યું કે દીદી તેના પિતાને ખવડાવીને ઉપરના માળે રૂમમાં આવી. તેણે થોડો સમય અભ્યાસ કર્યો. પછી અમે બંને સૂઈ ગયા. દીદી ક્યારેક પાણી પીવા ઊઠતી હતી. તેથી જ જ્યારે તેણી ગઈકાલે જાગી ત્યારે મેં ધ્યાન આપ્યું ન હતું. મને ખબર નથી કે દીદીએ આવું કેમ કર્યું. તેણે ક્યારેય કોઈપણ પ્રકારના તણાવનો ઉલ્લેખ પણ કર્યો નથી. પરિવારના જણાવ્યા અનુસાર પરિવારમાં કોઈ તણાવ નહોતો. રજની અભ્યાસમાં સારી હતી. તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!