મહિલાઓમાં ‘ફેક વર્જિનિટી’નો ક્રેઝ, થોડી જ વારમાં પરિણીત યુવતીઓ આ રીતે બની જાય છે વર્જિન

આજની 21મી સદીમાં હજી ઘણા લોકો જૂની માન્યતાઓ અને પ્રથાઓને વળગીને રહે છે. જેમાં આજે પણ ભારતીય સમાજમાં લગ્ન પહેલાં છોકરીનું વર્જીન હોવું અનિવાર્ય માનવામાં આવે છે. જેના કારણે છોકરીઓ માટે તેની વર્જિનિટી એક ચિંતાનો વિષય બની ગયો છે. આ ચિંતાને ઘ્યાનમાં રાખતા ખાનગી કંપનીઓએ કૃત્રિમ વર્જિનિટી બનાવી છે.

કંપનીઓએ માર્કેટમાં ફેક વર્જિનિટી જેવી વસ્તુ ઉતારી છે. જેની અંદર એક ફેક પ્લાસ્ટિકનું હાઈમન (કૌમાર્યપટલ) બનાવવામાં આવે છે, જે એક કુંવારી કે પરિણીત યુવતીઓને થોડી જ વારમાં ફરીથી વર્જિન બનાવી દે છે. આશ્ચર્યની વાત એ છે કે આ ફેક હાઈમન (કૌમાર્યપટલ)નું માર્કેટમાં ખૂબ વેચાણ થઈ રહ્યું છે.

સ્ત્રીઓના પ્રાઈવેટ પાર્ટની અંદર હાયમેન એટલે કોમાર્યંપટલ હોય છે. તે ખૂબ જ પાતળું હોય છે. કહેવાય છે કે શારીરિક સંબંધ દરમિયાન આ પટલ તૂટી જાય છે અને તેમાંથી રક્તસ્રાવ થવા લાગે છે. જોકે શારીરિક સંબંધ જ નહીં ઘણી વખત અન્ય કારણોસર પણ પટલ તૂટી જાય છે. જોકે આજના અમુક પુરુષોને આ વાત ગળે ઉતરતી નથી. પહેલી વખત સંબંધ વખતે જો યુવતીઓના પ્રાઈવેટ પાર્ટમાંથી રક્તસ્રાવ ન નીકળે તો પુરુષો શંકા કરવા લાગે છે.

પુરુષોની શંકાથી બચવા માટે સ્ત્રીઓ માટે માર્કેટમાં ફેક પ્લાસ્ટિકનું હાઈમન (કૌમાર્યપટલ) ઉતારવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્નોલોજીથી બનાવવામાં આવેલા ફેક હાઈમનની માર્કેટમાં ખૂબ ડિમાન્ડ છે. આ નકલી હાઈમન પ્લાસ્ટિકની કેપ્સૂલના રૂપમાં અવેબેલે છે. જેમાં પ્લાસ્ટિકના બે પડની અંદર નકલી લોહી ભરવામાં આવે છે. આ કેપ્સૂલને યુવતીઓએ સંબંધ બાંધતા પહેલાં પોતાના પ્રાઈવેટ પાર્ટની અંદર નાંખવાની હોય છે. જ્યારે સંબંધ દરમિયાન પ્રેશર આવે તો કેપ્સૂલ ફાટી જાય છે અને બ્લિડિંગ થવા લાગે છે.

આમ સંબંધ દરમિયાન યુવતીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતા તેના પાર્ટનરને તે વર્જિન હોવાનું લાગે છે. આ ફેક હાઈમન (કૌમાર્યપટલ) કેપ્સૂલની કિંમત અંદાજે 3200 રૂપિયા છે. યુવતીઓ આને ઓનલાઈન ખરીદવામાં ખૂબ રસ દાખવી રહી છે.

ફેક પ્લાસ્ટિકનું હાઈમન (કૌમાર્યપટલ)ની વાત બહાર આવતાં જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું છે. અમુક લોકો આને શરમજનક ગણાવે છે તો અમુક લોકો આની તરફેણ કરી રહ્યા છે. આ પ્રોડક્ટ ભારતના માર્કેટમાં પણ ઉતારવામાં આવી હતી. પણ વર્ષ 2019માં વિરોધ બાદ તેને એમેઝોનમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી.

error: Content is protected !!