વહુને બિકીની ને એકદમ ટૂંકા કપડાંમાં દરિયાકિનારે ફરાં જોઈને સાસુ-સસરાએ જાહેરમાં શું કહ્યું?

ઈશાન ગોયલ જાણીતો યુટ્યૂબર છે. 1995માં દિલ્હીમાં તેનો જન્મ થયો છે. તેના પિતા હાર્ડવેરનો બિઝનેસ કરે છે. હાલમાં જ ઈશાનનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઈશાનના પેરેન્ટ્સને પૂછવામાં આવે છે કે તેમની વિદેશી વહુ બિકીની પહેરીને સો.મીડિયામાં ફોટો શૅર કરે તો તેમને કેવું લાગે છે. ઈશાનના પેરેન્ટ્સે આ અંગે જવાબ પણ આપ્યો હતો. જોકે, ઈશાન માટે અહીં સુધીની જર્ની ઘણી જ મુશ્કેલ રહી હતી. ઈશાનના પેરેન્ટ્સે બિકીની પહેરતી વહુ અંગે શું કહ્યું તે પહેલાં આપણે જાણીએ કે ઈશાન કેવી રીતે વિદેશમાં ગયો ને વિદેશી યુવતીને જીવનસાથી બનાવી.

ઈશાને દિલ્હીની જ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેનો સ્વભાવ ઘણો જ શરમાળ હતો. તેણે સપનેય નહોતું વિચાર્યું કે તે ક્યારેય વિદેશ જશે અને વિદેશી યુવતી સાથે લગ્ન કરશે. ઈશાને વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટમાંથી પ્રોફેશનલ કોર્સ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ઇન્ટર્નશિપ કરવા માટે તે મિત્રો સાથે પોલેન્ડ જવા તૈયાર થઈ ગયો હતો. ઈશાને અહીંયા બેચલર તથા માસ્ટર ડિગ્રી લીધી હતી. કોલેજ દરમિયાન જ તેની મુલાકાત વેરોનિકા સાથે થઈ હતી. વેરોનિકા પોલેન્ડની જ છે. ઈશાનને પહેલી જ નજરમાં વેરોનિકા ગમી ગઈ હતી. ઈશાને પોલેન્ડમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી લીધી હતી.

પોલેન્ડમાં ઈશાન તથા વેરોનિકા એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જોકે, ઈશાન પ્રેમિકાને લઈ ભારત આવ્યો હતો અને તેને ભારતના રીત રિવાજો શીખવાડ્યા હતા. ત્યારબાદ 2019માં બંનેએ ભારતીય રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

બિઝનેસમાં મોટું નુકસાન ગયુંઃ ઈશાને કોલેજ પૂર્ણ થયા બાદ પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો હતો. તે પ્રાકૃતિક કોસ્મેટિક્સનો વેપાર કરતો હતો. જોકે, આ બિઝનેસમાં ઈશાનને ભારે નુકસાન ગયું હતું. આ નુકસાનથી ઈશાનથી ભાંગી પડ્યો હતો. ઈશાનને મદદ કરવા માટે વેરોનિકાએ પોતાની નોકરી છોડી દીધી હતી અને ઈશાનના બિઝનેસમાં હેલ્પ કરી હતી કમનસીબે ઈશાને આ બિઝનેસ બંધ કરી દીધો હતો.

આ દરમિયાન ઈશાન પોલેન્ડના વિવિધ સુંદર સ્થળોને કેમેરામાં ક્લિક કરવા માગતો હતો. તેણે વેરોનિકાનો કેમેરો લીધો અને તે પોલેન્ડમાં ફરતો રહેતો હતો. એક મહિનાની અંદર તે પોલેન્ડના 35 શહેરમાં ફર્યો હતો. ઈશાને અઢળક વીડિયો બનાવ્યા હતા. ત્યારબાદ ઈશાને સો.મીડિયામાં ટ્રાવેલ બ્લોગ શરૂ કર્યો હતો. આ બ્લોગમાં તે વિવિધ શહેરોની માહિતી શૅર કરતો હોય છે. ઈશાન પત્ની વેરોનિકા સાથે પોલેન્ડમાં જ રહે છે. તેનું ફેવરિટ પ્લેસ દુબઈ છે.

ભારતીય સાસુ-સસરાએ બિકીની અંગે શું કહ્યું?હાલમાં જ એક વીડિયોમાં ઈશાન પોતાની પત્ની ને પેરેન્ટ્સ સાથે જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ચાહકોએ ઈશાનના પેરેન્ટ્સને વિવિધ સવાલ કર્યા હતા, જેમાંથી એક સવાલ વેરોનિકાના શોર્ટ કપડાં અંગે પૂછવામાં આવ્યો હતો. ઈશાનના પિતાએ વહુની બિકીની અંગે કહ્યું હતું કે આ બધું સામાન્ય છે. વિચાર ક્યારેય ટૂંકા કે સંકુચિત હોવા જોઈએ નહીં. તો ઈશાનની મમ્મીએ કહ્યું હતું કે તેમના ઘરમાં કોઈ જાતના બંધનો નથી. તેમણે ક્યારેય વહુના નાના-મોટા કપડાં પર ધ્યાન જ આપ્યું નથી.

કેટલી કમાણીઃ વિવિધ મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, ઈશાન મહિને સાડા ત્રણ લાખની કમાણી કરે છે. તેની પાસે 90 કરોડ જેટલી સંપત્તિ છે.

error: Content is protected !!