નાની અમથી વાતમાં મંગેતરે ફિયાન્સીને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી, હત્યાનું કારણ જાણી પગ ધ્રુજવા લાગશે

એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં એક યુવકે તેની ફિયાન્સીની હત્યા નિપજાવ્યાનો મામલો સામે આવ્યો છે. ફિયાન્સીએ પોતાના ભાવિ પતિને ગુટખા લાવવાની ના પાડતા નારાજ થયેલા ભાવિ પતિએ ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. હત્યાના બનાવને છુપાવવા માટે આરોપીએ લાશને ઝાડ પર લટકાવી આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ તપાસમાં હત્યાનો ખુલાસો થતા પોલીસે આરોપી મંગેતરની ધરપકડ કરી છે. આ બનાવમાં મદદગારી કરનાર અન્ય બે વ્યકિતની પણ પોલીસે ધરપકડ કરી છે.

બોરલાઈ ગામમાં આવેલા ગાંડાપાડા ફળિયામાં આવેલી આંબાની વાડીમાં સ્વિમિંગ પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં સુનિતા ધનગરિયા અને તેનો મંગેતર જગદીશ મોહન જાધવ મજૂરી કામ કરતા હતા. જગદીશ ગુટખા ખાવાનો આદિ હોવાથી મજૂરી કામ કરતી વખતે જગદીશે સુનિતાને નજીકથી ગુટખા લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ, સુનિતાએ ગુટખા લાવવાની ના પાડી દીધી હતી. જેથી ગુસ્સે ભરાયેલા જગદીશે તેણીને ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

આરોપી જગદીશે પોતાની મંગેતરની હત્યા નિપજાવ્યા બાદ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. સુનિતાને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ સુનિલે ઝાડ પર દુપટ્ટો બાંધી લાશને લટકાવી દીધી હતી અને કંઈ થયું જ ન હોય તેમ કામ કરવા લાગ્યો હતો. સુનિતાની હત્યા બાદ આરોપી જગદીશ મોહન જાદવે અન્ય 2 શ્રમિકોની મદદ મેળવીને સુનિતાની લાશને આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે કેસમાં શૈલેષ હરિ પ્રજાપતિ અને ચંદુ ગંગાજી પવારની સંડોવણી બહાર આવતા ભિલાડ.પોલીએ કુલ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જે વાડીમાં આ બનાવ બન્યો તેના માલિક દિનેશ ભાનુશાળી લાશને આપઘાત કરેલી હાલતમાં જોઈને ડરી ગયા હતા. પોલીસ કાર્યવાહીમાં ફસાવું ન પડે તે માટે તેને લાશને નીચે ઉતારી ભઇલાડ પોલીસ મથકે આકસ્મિક મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.

સુનિતાના મોત બાદ તેની લાશના કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાની આશંકા દર્શાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે જીણવટ ભરી તપાસ કરતા સુનિતાની તેનાજ મંગેતરે સામાન્ય ગુટખા લેવા જવાના મામલે નારાજ થઈ હત્યા નિપજાવી હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ એક વાતને લીધે નારાજ મંગેતરે થનાર પત્નીને ગળેટૂંપો આપી હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી, PM રિપોર્ટમાં ખુલ્યુ મોટું રહસ્ય

error: Content is protected !!