દેશના ખૂણેખૂણેથી આવે છે શ્રદ્ધાળુઓ, પોષી પૂનમનું છે વિશેષ મહત્ત્વ, હજારો શ્રદ્ધાળુઓ આવતાં સર્જાયા ટ્રાફિકજામનાં દૃશ્યો, ઊછળ્યા હજારો મણ બોર

સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા બનેલા સંતરામ મંદિરના મુખ્ય ગાદી નડિયાદ ખાતે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે છે. ભાવિક ભક્તો દ્વારા ગુજરાતના ઠેકઠેકાણેથી નડિયાદ સંતરામ મંદિર ખાતે આવી બોરની ઉછામણી કરે છે. પોતાનું બાળક બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તો એ માટે અનેક શ્રદ્ધાળુઓ માનતા રાખે છે અને આ પૂનમે બોરની મંદિર પ્રાંગણમાં ઉછામણી કરે છે.

તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદ
‘જન સેવા એ જ પ્રભુની સેવા’ સુખને ચરિતાર્થ કરતી અને હિન્દુવેદિક સોડલ સંસ્કારના સોળેસોળ સંસ્કાર થકી સમાજના દરેક સ્તર અને ધર્મ-સંપ્રદાયના લોકોની સેવા માટે આખાય ગુજરાત પંથકમાં પંકાયેલી સંતરામ મહારાજ અને ગુરુ પરંપરાના મહંતો દ્વારા તપના તેજથી તપેલી ભૂમિ એટલે નડિયાદસ્થિત આવેલું સંતરામ મંદિર છે.

બાળકના વજન જેટલા બોર ઉછાળવામાં આવે છે
અહીં પોષી પૂનમનું ઘણું મહત્ત્વ રહેલું છે. જેનું પણ બાળક જન્મ પછી બોલતું ના હોય અથવા તો તોતડું બોલતું હોય તો તેનાં માતા-પિતા કે સ્વજન, સંતરામ જ્યોતની બાધા રાખે છે. મારું બાળક બોલતું થશે તો હું સંતરામ મહારાજના સમાધી સ્થાન એટલે કે સંતરામ મંદિરના પટાગણમાં સવા કિલોથી લઈ પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે (પોતાના બાળકના વજન જેટલા) બોર ઉછાળીશ અને ભક્તો ઉછાળેલા બોરને પ્રસાદ તરીકે સ્વીકારે છે.

વર્ષો પહેલાં આ પરંપરા શરૂ થઈ
યોગીરાજ અવધૂત સંતરામ સ્થાન દત્તાત્રેય ભગવાનનો અવતાર છે. મંદિરના નિર્ગુણદાસજી મહારાજે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં એક ભક્ત સંતરામ મહારાજની શરણે આવ્યો હતો અને પોતાનું બાળક બોલતું નહોતુ હોવાનું જણાવ્યું હતું. એ બાદ મહારાજના આશીર્વાદ મેળવતાં આ બાળક ચમત્કારી રૂપે બોલતું થયું. એ સમયે ભક્તના ખેતરમાં બોર હતા અને ભક્તે આ બોરને મંદિરમાં લાવી માનતા રૂપે ઉછાળ્યા હતા. બસ, ત્યારથી જ આ પરંપરા મુજબ હજારો શ્રદ્ધાળુઓ આ દિવસે અહીં પોતાનું બાળક બોલતું થાય એ શ્રદ્ધા સાથે સંતરામ મહારાજની જ્યોતનાં દર્શન કરી માનતા પૂરી કરે છે.

રાજ્યના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ આવે છે
રાજ્યનાં અનેકવિધ શહેરો અને ગામડાં તથા દેશનાં અન્ય રાજ્યોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આ દિવસે પોતાના બાળક માટે રાખેલી બાધા પૂરી કરવા નડિયાદ સંતરામ મંદિર ખાતે આવે છે. આ દિવસે શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળે છે. બાળક બિલકુલ બોલતું ના હોય, તોતડું બોલતું હોય તો તે સરસ રીતે સ્પષ્ટ રીતે બોલતું થાય એની બાધા પૂરી કરવા માટેનો આ વિશેષ દિવસ છે.

હજારો શ્રદ્ધાળુઓ આવતાં ટ્રાફિકજાનનાં દૃશ્યો
સેવાતીર્થ સંતરામ મંદિરમાં પોષ સુદ પૂનમે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, જેને કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. સંતરામ રોડ, પારસ સર્કલ સહિત જૂના બસ મથક પાસે ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.ગુજરાતના આ ધામમાં બોલતું ન હોય તેવું બાળક પણ બોર ઉછાળવાથી થાય છે બોલતું

error: Content is protected !!