ગઢડીયા ગામમાં આકાશી મેલડી મા સાક્ષાત બિરાજમાન છે, અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોની મનોકામના માતાજી પુર્ણ કરે છે 

આખા ભારતમાં ઘણા બધા એવા દેવી-દેવતા ના મંદિર આવેલા છે જે મંદિરોમાં દેવી દેવતાઓ આજે પણ હાજરા હજૂર છે આજે આપણે એવા જ એક ચમત્કારિક મેલડી માતાજીની વાત કરવાના છીએ આમ તો મેલડી માતાજીના જુદી જુદી જગ્યાએ પરચા પુરેલા છે પરંતુ અમે તમને આ પરચો આજથી લગભગ 12 થી 14 વર્ષ પહેલાનો જ છે જસદણ જિલ્લાના ગઢડીયા ગામે આકાશી મેલડી માનુ એક ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે અહીં માતાજી હાજર છેજુઓ વિડિયો 

હાઈવે રોડ બનવાનો હતો ત્યારે આખા ગામ લોકોએ અનપાણીનો ત્યાગ કરી દીધો હતો
જસદણ જિલ્લાના ગઢડીયા ગામે જસદણ થી માત્ર બે કિલોમીટર દૂર આવેલું છે જસદણ ગામમાં બે વસ્તુ પ્રખ્યાત છે એક અહીં ગામના પટારા અને બીજું આકાશીમાંનું મંદિર આજથી 12 થી 14 વર્ષ પહેલા જ્યારે આકાશી માનું મંદિરને પાળવા માટે આવ્યા હતા. કેમ કે ત્યાં હાઈવે રોડ બનવાનો હતો ત્યારે આખા ગામ લોકોએ અનપાણીનો ત્યાગ કરી દીધો હતો કોઈએ નાનું છોકરું છોકરાને પણ નહીં ધવરાવવાનો એટલે જે રાજકોટના કમિશનર હતા તેમને ગુસ્સો આવ્યો 8:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી નાનું મંદિર હટાવવાનું ઓપરેશન ચાલુ રહ્યું પણ કોઈ એક ગામના લોકોએ કે ભુવાએ સાથ ના આપ્યો

છબી લેતા ઉલડીને પડ્યો અને આંધળા થઈ ગયા અને રોડ માથે આ આરોટવા મંડ્યા
પછી પોલીસવાળાને ગુસ્સો આવ્યો તો તેને માતાજીની છબી લઈ લીધી.ખાલી છબી લેતા ઉલડીને પડ્યો અને આંધળા થઈ ગયા અને રોડ માથે આ આરોટવા મંડ્યા પછી કલેકટર અને ડીસીપીને એ લોકોએ છૂટવા માટે તાવા માંડ્યા જે હમણાં સુધી તાવ કરવા આવતા હતા. દર મહિને 20 કિલોનો કે સવારમાં નો તાવો કરતાં હતા અને કા તો પૈસા દાન કરી જતા હતા

એક ખટારો ભરાય એટલા તો શ્રીફળનો ઢગલો છે જે ભક્તો દ્વારા તોરણના સ્વરૂપે ચડાવવામાં આવ્યો છે
દર રવિવારે 50 થી 60 માં સુખડીનો પ્રસાદ કરવામાં આવે છે તેમજ 80 થી 100 મણ તાવો કરવામાં આવે છે દર રવિવારે 15 થી 25,000 ભાવી ભક્તો આકાશી મેલડી માના દર્શન કરવા આવે છે અને અહીં 365 દિવસ દરરોજ તાવા ચાલુ જ રહે છે હાલ અહીં મંદિરનું કાર્ય ચાલુ જ છે જે અંદાજિત ત્રણ થી સાડા ત્રણ કરોડના ખર્ચે બનશે અને અંદાજિત હજુ પણ એક વર્ષ જેટલો સમય લાગશે અહીં એક ખટારો ભરાય એટલા તો શ્રીફળનો ઢગલો છે જે ભક્તો દ્વારા તોરણના સ્વરૂપે ચડાવવામાં આવ્યો છે

મંદિર તરફથી તાવાની સંપૂર્ણ સાધન સામગ્રી આપવામાં આવે છે
અહીં તાવા કરવા માટે ભાવિ ભક્તોને મંદિર તરફથી તાવાની સંપૂર્ણ સાધન સામગ્રી આપવામાં આવે છે અથવા તો મળી રહે છે અહીં ચોખા સીંગતેલથી તાવો કરવામાં આવે છે અને ગામ લોકો દ્વારા આજુબાજુમાં 15 થી 25 km માં લાકડા કાપવા ગામ લોકો જાય છે આસપાસના લોકોને ગામ લોકોને જ્યારે દુઃખ પડે અને ગઢડીયા વાળી આકાશી મેલડી માને યાદ કરે એટલે આજના હજુ થઈ જાય છે

બહારગામ થી આવતા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર તરફથી કરી આપવામાં આવે છે
પૂજારી શ્રી હસુભાઈ જણાવ્યું કે આરતી બે ટાઈમ થાય છે સવારની આરતી પાંચને 20 મિનિટે થાય છે અને સાંજની આરતી 7:20 મિનિટ થાય છે અને અહીં બહારગામ થી આવતા યાત્રિકો માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મંદિર તરફથી કરી આપવામાં આવે છે તેમજ અહીં લોકો દૂર દૂરથી ગઢડીયા વાળી આકાશી મેલડી માના દર્શન કરવા આવે છે

error: Content is protected !!