એક જમીનના ટુકડા માટે સગા દીકરાએ પુત્ર સાથે મળી વિધવા માતાને મોતને ઘાટ ઉતારી, રડાવી દેતો બનાવ

એક શોકિંગ અને ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે. જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે જમીનની લાલચમાં પુત્રએ પોતાના દીકરાની મદદથી સગી જનેતાને માર મારી મોત નિપજાવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માનવતાને લજવતું કૃત્ય કરી જમીનના ટુકડા માટે જનેતાની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના હવાલે કર્યા છે.

જોટવડ ગામે પોતાના નાના પુત્ર સંજભાઈ વેચતભાઈ બારીયા સાથે રહેતા ગંગાબેન વેચાતભાઈ બારીયા પતિ વેચાતભાઈનું આજથી 3 વર્ષ અગાઉ મરણ થતા ગંગાબેને પોતાના મોટા દીકરા રાજેશભાઇ અને નાના દીકરા સંજયભાઈના સરખે ભાગે જમીનનો ભાગ પાડી જમીનનો એક ટુકડો ગંગાબેને પોતાની પાસે રાખ્યો હતો. જેમાં ગંગાબેન નાના દીકરા સંજભાઈના પરિવાર સાથે રહેતા હોય તે જમીન પણ સંજયભાઈ ખેડતા હતા. મોટા પુત્ર રાજેશભાઈ વેચાતભાઈ બારીયા જમીન ફરી વાર ભાગ પાડવાની માંગણી કરતા ગંગાબેન ઇન્કાર કરી કર્યો હતો.

રાજેશભાઈએ 3જી માર્ચ ગુરૂવારના સવારે ગંગાબેન પાસે આવી જમીનમાં નવેસરથી ભાગ પાડી પોતાને જમીનમાં ભાગ આપવા માંગણી કરતા ગંગાબેને સરખે ભાગે જમીન વેચી છે. હવે નવેસરથી ભાગ નહી પડે તેમ કહ્યું હતું. જે બાદ રાજેશભાઇએ ફરી સાંજે માતા ગંગાબેન પાસે પોતાના પુત્ર રાહુલભાઈ સાથે આવી

જમીન ભાગ પાડવા બાબતે ઝઘડો કરી રાજેશભાઈ અને તેઓના પુત્ર રાહુલે ભેગા મળી ગંગાબેનને માર મારી જમીન પર પાડી દઈ ગડદાપાટુનો મૂઢ માર મારી જમીનમાં ભાગ આપી દો નહી તો બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી વચ્ચે છોડાવવા પડેલા પોતાના ભાભી નયનાબેનને પણ માર મારી પિતા-પુત્ર ત્યાંથી ભાગી ગયા હતા.

જેમાં પુત્ર અને પૌત્રના ગડદાપાટુના મૂઢ ઘવાયેલા ગંગાબેનને બેભાન અવસ્થામાં જાંબૂઘોડાના સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતાં સારવાર માટે તેમના નાના પુત્ર સંજયભાઈ તેઓને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે ગંગાબેનને મરણ ગયેલા જાહેર કર્યા હતા. પિતા રાજેશભાઇ તેમજ પિતાને સાથ આપનાર રાહુલ સામે જાંબુઘોડા પોલીસ મથકે તેઓના નાના ભાઈ સંજયભાઈએ ફરિયાદ નોંધાવતા જાંબુઘોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી બન્ને પિતા-પુત્રને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ જેલના હવાલે કર્યા હતા.માવતરને લજવતી ઘટના: જમીનના ટુકડાની લાલચે સગા દીકરાએ પુત્ર સાથે મળી સગી માતાનો જ પાડી નાંખ્યો ખેલ, ગુજરાતનો ધ્રુજાવી દેતો બનાવ

error: Content is protected !!