છોકરો ગયો તો પ્રેમીકાના ઘરે મળવા, છોકરીના પરિવારે પ્રેમીને માર્યો ઢોરમાર, ને કાપી નાંખ્યો પ્રાઈવેટ પાર્ટ

છોકરો ગયો તો પ્રેમીકાના ઘરે મળવા, છોકરીના પરિવારે પ્રેમીને માર્યો ઢોરમાર, ને કાપી નાંખ્યો પ્રાઈવેટ પાર્ટ

બિહારઃ બિહારના મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થયા બાદ ખૂબ જ ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ પ્રેમીની ચિતા પ્રગટાવી અંતિમ સંસ્કાર કર્યાં હતા. અંતિમ સંસ્કાર સમયે પણ ભારે વિવાદ થયો હતો.22 વર્ષના સૌરભ કુમાર તરીકે થઈ છે. તે શુક્રવારે રાત્રે સોનબરસા ગામમાં રહેતી તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો.

પોસ્ટમોર્ટમ બાદ પ્રેમીના મૃતદેહને ઘરે પહોંચાડ્યા બાદ લોકો છોકરીના ઘરની સામે જ પહોંચી ગયા હતા. લોકોની ભીડે છોકરીના ઘરની સામે ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યાં હતા. કેટલાક લોકો આરોપિઓના ઘરની ઉપર ચડી ગયા હતા.

આરોપીઓએ લોખંડના સળિયાથી તેને માર માર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટને પણ કાપી નાંખ્યો હતો.ભારે વિવાદ બાદ છોકરીના પરિવારે પોતાના ઘરના દરવાજા બંધ કરી નાંખ્યા હતા. જ્યારે વિવાદ વધ્યો તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. જોકે ત્યા સુધીમાં લોકો પ્રેમીકાના ઘરની સામે યુવકના અંતિમ સંસ્કાર કરી ચુક્યા હતા.

મૃતકની ઓળખ 22 વર્ષના સૌરભ કુમાર તરીકે થઈ છે. તે શુક્રવારે રાત્રે સોનબરસા ગામમાં રહેતી તેની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો. તે સમયે છોકરીના પરિવારે તેને પકડી લીધો હતો. આરોપીઓએ લોખંડના સળિયાથી તેને માર માર્યો હતો. તેના પ્રાઈવેટ પાર્ટને પણ કાપી નાંખ્યો હતો.

ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પીડિતના પરિવારને આ અંગે જાણ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

યુવકના મોતથી ગુસ્સે ભરાયેલી ભીડે આરોપીના ઘરે જઈ ભારે તોડફોડ કરી હતી. પોલીસે લોકોને શાંત કર્યાં હતા અને પ્રેમીકાના ઘરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.