હોટેલમાં પત્ની પ્રેમી સાથે મનાવતી હતી રંગરેલીયા, પતિએ કઢંગી હાલતમાં રંગેહાથ પકડી અને પછી…

કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકે છે અને આ ભરોસો પતિ-પત્ની બંનેનો સંબંધ 7 જન્મો સુધી ટકી રહે છે, પરંતુ જ્યારે આ વિશ્વાસમાં દગો થાય છે ત્યારે આ સંબંધ અર્થહીન સાબિત થાય છે. આવો જ એક શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં પત્નીને પતિએ હોટેલમાંથી પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડતાં હોબાળો મચી જવા પામ્યો હતો.પત્નીએ પોતાનો જન્મ દિવસ હોવાથી મિત્ર સાથે હોટેલમાં આવી હોવાનો લૂલો બચાવ કર્યો હતો.

આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે મારામારી અને મારી નાંખવાના આક્ષેપો કરતી ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કલોલ ખાતે રહેતા 28 વર્ષના યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની તથા કડી તાલુકાના એક ગામમાં રહેતા પ્રેમી સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.યુવકના મહિલા સાથે છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. પતિને પત્નીને અન્ય યુવક સાથે આડા સબંધની શંકા હોવાથી બન્ને વચ્ચે આ મુદ્દે તકરાર થતાં ચાર વર્ષ પહેલા પત્ની રિસાઇને પિયરમાં રહેવા જતી રહી હતી.

મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી
પતિને ચોક્કસ બાતમી મળી હતી કે પોતાની પત્ની અન્ય પુરુષ સાથે નરોડા રિંગ રોડ ઉપર આવેલી હોટલમાં આવી છે. જેને લઇને ફરિયાદી યુવકે કન્ટ્રોલમાં ફોન કરીને પોલીસ બોલાવી હતી અને પોલીસને સાથે લઇને હોટલમાં ગયા હતા.

જ્યાં હોટલના રૂમમાં જઇ તપાસ કરતા મહિલા તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. આ સમયે પ્રેમી અને તેની પત્નીએ ફરિયાદીને તુ અહિયા કેમ આવ્યો છે. તુ અહિથી ચાલ્યો જા નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ફરિયાદી યુવકને ગાલ ઉપર લાફા માર્યા હતા.

સામે પક્ષે મહિલાએ પતિ સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાનો જન્મ દિવસ હોવાથી તેના મિત્ર સાથે હોટલમાં આવી હતી. આ સમયે આરોપી પતિએ ત્યાં આવીને તું બીજા પુરુષ સાથે અહિંયા હોટલમાં શુ કરે છે, તેમ કહીને મારા મારી કરી હતી અને સાચુ બોલ નહીતર જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.અમદાવાદનો શોકિંગ કિસ્સો, હોટેલમાં પત્ની જન્મ દિવસ પર બોયફ્રેન્ડ સાથે માણી રહી હતી મોજ અને આવી પહોંચ્યો પતિ, અને પછી…

error: Content is protected !!