સોશિયલ મીડિયા પર મિત્રતા કરી યુવતીએ બીભત્સ વીડિયો બનાવ્યો, બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવતાં સુરતમાં કમ્પ્યુટર ઓપરેટરે ગળાફાંસો ખાધો

સુરત : રાંદેરના ઉગત-ભેંસાણ રોડ પર રહેતા કમ્પ્યુટર ઓપરેટર સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ તેનો બીભત્સ વીડિયો બનાવી યુવતીએ બ્લેકમેઇલ કર્યો હતો. મૃતકનો મોબાઇલ ચેક કરતાં ખબર પડી કે 20 હજાર રૂપિયા ખંખેર્યા બાદ વધુ રૂપિયા માગી યુવતીએ સતત બ્લેકમેઇલ કરતાં યુવકે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. યુવકની આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

યુવકે 31મી ઓક્ટોબરે ઘરમાં ફાંસો ખાધો હતો
મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓક્ટોબરે મોડી રાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.

સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો
યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જોકે, વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.

error: Content is protected !!