શતરંગ ધામ માં આજે પણ અમરાપુર ગામમાં હાજરા હજુર બિરાજમાન છે રામાપીર અહીંયા દર્શને આવતા નિઃસંતાન દંપતીને પણ પીરબાપાના આશીર્વાદથી ઘરે પારણાં બંધાય છે.

દરેક લોકોને દેવી-દેવતાઓમાં શ્રદ્ધા હોય છે અને તેથી જ આપણા ગુજરાતના ખૂણે ખૂણે દેવી-દેવતાઓ આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, આજે આપણે રામાપીરના એક એવા જ મંદિર વિષે જાણીએ જે અમરાપુર માં આવેલું છે. રામાપીર મંદિર માં ભાણીબા ની સમાધિ પણ આવેલી છે તેમજ મહાદેવ નું શિવાલય પણ આવેલું છે

વિંછીયા થી 10 કિલોમીટર દુર અમરાપુર ગામમાં માં રામાપીર નું મંદિર આવેલું છે
આમ તો આપણા ગુજરાતમાં ઘણા એવા માં રામાપીરના મંદિરો આવેલા છે પણ આજે આપણે શતરંજ ધામ ના રામાપીરના મંદિર વિષે જાણીએ.આ મંદિર રાજકોટ જિલ્લાના,જસદણ તાલુકાના વિંછીયા ગામથી 10 કિલોમીટર દુર અમરાપુર ગામમાં માં રામાપીર આજે પણ બિરાજમાન છે

આ મંદિરમાં દર મહિનના બીજે મેળો ભરાય છે તેમજ અષાઢી બીજે મોટાં મેળા હોય છે 
આ જગ્યા પર વર્ષો પહેલા માં રામાપીર ની નાની ડેરી હતી અને આજે અહીંયા મોટા મંદિરનું નિર્માણ થઇ ગયું છે. આ મંદિરમાં દર મહિનના બીજે મેળો ભરાય છે તેમજ અષાઢી બીજે મોટાં મેળા હોય છે જેમાં હજારો ની સંખ્યા માં ભકતો રામાપીર બાપાના દર્શને કરવાં આવે છે

રામાપીર ના આશીર્વાદથી હજારો લોકો ના ઘરે પારણાં બંધાય છે 
અહીંયા દર્શને આવતા બધા જ ભક્તોના દુઃખો માં પીરબાપા દૂર કરે છે અને જેટલા પણ નિઃસંતાન દંપતીઓ અહીંયા રામાપીર પાસે આશીર્વાદ લેવા આવે છે તેમને પણ પીરબાપાના આશીર્વાદથી જ ઘરે પારણાં બંધાય છે. ઘરે પારણાં બંધાતા અહી મંદીર માં હજારો-ની સંખ્યા માં છૂબી (ફોટો) ભકતો દ્વારા મુકવામાં આવે છે

નિશુલ્ક જમવાની તથા રહેવાની વ્યવસ્થા પણ કરવામાંઆવેલ છે
અહીં ભક્તો માટે ચા,પાણી, જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ અહી ગૈશાળા પણ આવેલી છે જ્યાં 100 જેટલી ગીર ગાય છે તેમજ આ દુધ ફક્ત છાશ પીવી માટે અને ચા બનાવવા માટે વપરાય છે તેમજ ગ્રામ લોકો ને પણ છાશ લેવા નિ છુંટ છે

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

error: Content is protected !!