ફાગવેલમાં આજે પણ લોકોને ભાથીજી મહારાજના સાક્ષાત પરચા થાય છે, જાણો તેમનો મહિમા
ગુજરાતમાં ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકામાં આવેલુ ફાગવેલ ગામ ગુજરાત તેમજ આખા દેશમાં જાણીતું થયેલુ છે. વિક્રમ સંવત 1600 એટલે કે ઈ.સ. 1544ના કારતક મહિનામાં ભાથીજીનો જન્મ થયો હતો. કપડવંજ ગામ પાસે ફાગવેલમાં તખ્તસિંહ રાઠોડ અને ઠકરાણા અકલબાને ચાસ સંતાન હતા. અકલબાને આ ચારેય સંતાન એક સાથે અવતર્યા હતા, જેમાં બે પુત્રી સોનબા અને બીનજીબા અને બે પુત્રો હાથીજી અને ભાથીજી હતા.
બે પુત્રો હાથીજી અને ભાથીજી હતા.
આ ગામની પ્રજા સુખચેનથી રહેતી હતી.અને ગામની ગરીમાની રોજલાલી અને આબાદી ઘણીજ હતી.તેઓ ધર્મપ્રેમી રાજવી હતા. તેમના લગ્ન ચિખલોડ ગામના રાજવી પરિવારના અક્ક્લબા નામની ક્ષત્રિયાણી સાથે થયા હતા.ઠકરાણા અકલબાને ચાસ સંતાન હતા. અકલબાને આ ચારેય સંતાન એક સાથે અવતર્યા હતા, જેમાં બે પુત્રી સોનબા અને બીનજીબા અને બે પુત્રો હાથીજી અને ભાથીજી હતા.
તલવારની ધાર પર તેણે ગાયોની રખેવાળી કરી હતી.
ભાથીજી નાનપણથી જ નીડર, તેજસ્વી અને પ્રજાના દુ:ખોને સમજનાર હતા. ભાથીજીને નાગદેવનો અવતાર પણ માનવમાં આવે છે. તેઓ સવા મહિનાના હતા ત્યારથી તેમના કપાળે નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું. તલવારની ધાર પર તેણે ગાયોની રખેવાળી કરી હતી.
મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હતું અને ગાયોને બચાવી હતી.
ભાથીજીના લગ્ન દૂધાતલના કંકુબા સાથે નક્કી થયાં. ભાથીજી ફેરા ફરી રહ્યા હતા ત્યાં કોઈએ આવીને કહ્યું કે દુશ્મનોએ ગાયોના ધણને વાળી લીધું છે. દુશ્મનો સામે લડવા માટે ભાથીજી પહોંચી ગયા. કોઈએ પાછળથી ઘા કરતા તેઓનું માથું ધડથી અલગ થઈ ગયું. ઇતિહાસમાં એ ઘટના નોંધાઈ છે કે મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હતું અને ગાયોને બચાવી હતી. ભાથીજીના મસ્તકની રખેવાળી ખુદ નાગદેવતાએ કરી હતી.
તેમના કપાળ પર નાગ દેવતાનું નિશાન જોવા મળ્યું હતું
માનવામાં આવે છે કે ભાથીજી મહારાજ નાગ દેવતાનો અવતાર હતા. દૂર દૂરથી ભક્તો અહીં પોતાના દુઃખ દૂર કરવા ભાથીજી મહારાજને પ્રાર્થના કરવા માટે આવે છે. જયારે ભાથીજી મહારાજ 1 મહિનાના હતા. ત્યારે લોકોને તેમના કપાળ પર નાગ દેવતાનું નિશાન જોવા મળ્યું હતું ત્યારથી લોકો માની ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી. આ બાળક નાગ દેવતાનો અવતાર છે. જેમ જેમ તે મોટા થયા તેમ તેમ તેમની લીલાઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા..નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)