પાલીતાણા એસ.ટી ડેપોમાં યુવકે મહિલા કન્ડક્ટરને વાળ પકડી ફડાકા ઝીંક્યા, બેફામ ગાળાગાળી કરી, વીડિયો વાઈરલ
ભાવનગર ; પાલીતાણા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતી એક મહિલા કંન્ડકટર પર કચેરીમાં અધિકારીઓની સામે જ એક શખ્સે બિભત્સ અપશબ્દો બોલી તેને માર માર્યો હતો. જને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી છે. વિકાસ સાથે મહિલા સુરક્ષાના બણગાં ફૂકતી સરકાર સમાજમાં છાશવારે બનતી મહિલા ઉત્પિડનની ઘટનાઓને લઈને મહિલા સુરક્ષાને લઈને સરકાર સામે અણીયાળા સવાલો ઉભા થઇ રહ્યાં અને એમાં પણ જયારે વાત સરકારી કર્મચારી તરીકેની હોય ત્યારે ખુદ અધિકારીઓ પણ નિર ઉત્તર થઈ જાય છે! આવો જ એક બનાવ ભાવનગર જિલ્લાના પાલીતાણા એસ.ટી ડેપોની કચેરીમાં બન્યો છે.
શખ્સે મહિલા પર હુમલો કર્યો
આ ઘટના અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા એસ.ટી ડેપોમાં એક મહિલા કંન્ડક્ટર તરીકે ફરજ બજાવે છે. આ મહિલા પોતાની ફરજ દરમિયાન કચેરીમાં હતી. તે દરમિયાન એક શખ્સ ત્યાં પહોંચી ગયો હતો અને પ્રથમ મહિલાને ખૂબ જ અપશબ્દો બોલ્યા હતા. જોકે, થોડી વાર સહન કર્યાં પછી મહિલા કંઈ કહેવા માટે ઉભી થતાં શખ્સે મહિલા પર હુમલો કર્યો હતો અને વાળ જાલી મહિલા પાસે રહેલી કિટ માથામાં મારી હતી. ત્યારબાદ શખ્સે મહિલાને લાફા માર્યાં હતા. આ સમગ્ર ઘટના સમયે અધિકારી હાજર હતા. તેની નઝર સામે જ ઘટના ઘટી રહી હોવા છતાં તેણે એક મહિલાને બચાવવા માટે કોઈ જ તસ્દી સુધ્ધાં લીધી ન હતી!
અંદરોઅંદરનો ઝઘડો થતા માર માર્યો હોવાની શક્યતા
આ સમગ્ર ઘટના કચેરીમાં આવેલા એક મુલાકાતીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ બનાવ અંગે પાલીતાણા એસ.ટી ડેપોના કાર્યવાહક ડાંગરને પુછતા તેઓએ જણાવ્યું હતું કે, મહિલા કંન્ડકટર અને હુમલો કરનાર શખ્સ પ્રેમી છે અને અંદરોઅંદરનો ઝઘડો થયો હતો. તેમજ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો ઈન્કાર કરતાં કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. !
સત્યતા બહાર લાવવા માટે પોલીસને જાણ કરાશે
ભાવનગર એસ.ટીના ડી.સી રણદીપસિંહ વાળા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, પાલીતાણા ડેપોમાં મહિલાને માર મારવાનો વીડિયો 3-4 દિવસ પહેલાનો છે. મહિલાને પૂછતાં જણાવ્યું હતું કે, અમારી મશ્કરી કરતા હતા. જોકે, વીડિયો જોતા એવું લાગતું નથી, બહારની વ્યક્તિએ આવી અમારી મહિલા કર્મચારીને માર માર્યો છે. આની સત્યતા બહાર લાવવા માટે અમે પોલીસને જાણ કરશું. આની સામે ફરિયાદ પણ કરવાની થશે તો કરશું જેને લઈ ભવિષ્યમાં આવા બીજા બનાવો ન બને.