એક ર્દુઘટના ને લીધો,એક મિનિટમાં હસતો ખેલતો પરિવાર દુનિયાને છોડીને ચાલી ગયો, હચમચાવી દેતી બનાવ

ઉત્તરપ્રદેશ ; બલરામપુરમાં શુક્રવારે એક રોડ એક્સિડન્ટમાં કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. તેમાંથી એક જ પરિવારના 5 સભ્યો હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો જન્મદિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યા હતા. ઘટના મહારાજગંજ તરાઈના લૌકહવ ગામ પાસે થઈ હતી. મૃતકોમાં 3 બાળકો, 2 પુરુષ અને 1 મહિલા છે.

ઓવરસ્પીડના કારણે એક્સિડન્ટ થયો                         એક્સિડન્ટનું કારણ કાર અને સામેથી આવતી ઓવરસ્પીડમાં આવતી એક બાઈક છે. અચાનક સામે આવેલી બાઈકને બચાવવામાં કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે ભરાયેલા પાણીના એક ખાડામાં પડી ગઈ હતી. ખાડામાં પાણી એટલું વધારે હતું કે આખી કાર એમાં સમાઈ ગઈ. ડૂબવાના કારણે કાર સવાર સહિત 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. બાઈક ચાલકની સ્થિતિ પણ ગંભીર છે. તેને ગોંડા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, ધટનામાં કૃષ્ણ કુમાર સિંહ (39), તેમની પત્ની (36), દિકરો ઉત્કર્ષ (10) અને દીકરી મિલી (12) અને 18 વર્ષની પિતરાઈ બહેન સૌમ્યાનું મોત થયું છે. તે ઉપરાંત કાર ચલાવનાર ડ્રાઈવર 45 વર્ષના શત્રુઘ્નનું પણ મોત થયું છે. ર્દુઘટનામાં ઘાયલ બાઈક સવાર મુશર્રફને સારવાર માટે જિલ્લા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર ગોંડા જિલ્લાના પૂરેમનિયાય મનહના ગામમાં રહેતા હતા.

કૃષ્ણ કુમારના દિકરા ઉત્કર્ષનો શુક્રવારે જન્મ દિવસ હતો. તેથી આખો પરિવાર સાથે શક્તિપીઠ દેવીપાટન મંદિર દર્શન માટે સવારે સાત વાગ્યે નીકળ્યા હતા. લૌકહવા પાસે અંદાજે સવારે 9 વાગે આ રોડ એક્સિડન્ટ થયો હતો. દુખદ વાત એ છે કે, એક જ એક્સિડન્ટમાં કૃષ્ણના પરિવારનું મોત થઈ ગયું છે. કૃષ્ણના 3 ભાઈઓ છે જે અલગ અલગ જનપદમાં રહે છે. તેમને ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.

સાક્ષીઓએ જણાવ્યું- અડધો કલાક સુધી કોઈ બચાવવા ન પહોંચ્યું                                             સાક્ષી અબ્દુલે જણાવ્યું કે, જે બાઈકને બચાવવામાં કાર પલટી ખાઈ ગઈ તે બાઈકની પાછળ જ હુ ચાલી રહ્યો હતો. ગાડી ખાડામાં પડતાં જ હું ત્યાં પહોંચ્યો હતો. આ જે નવો રસ્તો બન્યો છે તે જમીન કરતાં 6 ફૂટ ઉંચો છે. તે ઉપરાંત રોડની આજુ બાજુ મોટા ખાડા છે અને તેમાં પાણી ભરાઈ ગયું છે. તેના કારણે કાર તેમા ડૂબવા લાગી. હું લોકોને મદદ માટે બૂમો પાડતો રહ્યો. મેં જોયું કે એ લોકો ગાડીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતાં હતા. પરંતુ ગાડી ઓટો લોક હતી અને ખાડામાં કીચડ અને પાણીના કારણે ગાડીના દરવાજા પણ ખૂલતા નહતા.

અંદાજે 20-25 મીનિટ પછી ગામના લોકો ભેગા થયા તો તેમણે ગાડીના કાચ તોડીને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ત્યાં સુધીમાં દરેક લોકોના જીવ જતા રહ્યા હતા. એક છોકરીનો શ્વાસ ચાલતો હતો પરંતુ તેને જ્યાં સુધી હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધી હતી.

ગ્રામીણોએ જણાવ્યું કે, કાર પલટી ખાઈને ખાડામાં પડી ત્યારે અમે લોકોએ કાચ તોડીને લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. કારમાં કુલ 6 લોકો હતા, જેમાં દરેક લોકોના મોત થઈ ગયા હતા. ગાડીમાંથી માત્ર શોલ્ડર બેગ નીકળી શકી, જે પોલીસને સોંપી દેવામાં આવી છે.

error: Content is protected !!