પતિએ સુહાગરાતે જ શરીર સબંધ બાંધવાની ના પાડી દીધી હતી, નપુંસક હોવાનો ભાંડો ફૂટી જતાં પતિ, સાસુ-સસરાએ છૂટાછેડા લેવા દબાણ કર્યું
રાજકોટ:કાલાવડ રોડ પર છેલ્લા 8 મહિનાથી માવતરે રહેતી મધુ (નામ બદલાવ્યું છે) નામની પરિણીતાએ અમદાવાદ અસારવા સિવિલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિ ડો.નિસર્ગ હુમલ, સસરા કરશનભાઇ હુમલ અને સાસુ અનસૂયાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મોડી રાત સુધી લેપટોપમાં રચ્યા પચ્યા રહેતા મધુબેને નોંધાવેલી ફરિયાદમાં પતિએ પહેલી જ રાતથી શરીરસંબંધ બાંધવાની ના પાડતા હતા. આ મુદ્દે તેમને પૂછતાં તે કોઈ ને કોઈ બહાનું બતાવી ગુસ્સો કરતા હતા. પતિ નોકરી પરથી પરત ઘરે આવે એટલે જમીને તરત રૂમમાં જઇ મોડી રાત સુધી લેપટોપમાં રચ્યાપચ્યા રહેતા હતા.
છૂટાછેડા માટે દબાણ આપતા હતા પતિ મોડી રાત સુધી તેના લેપટોપમાં બીભત્સ વીડિયો જોતા હોવાની ખબર પડતાં સાસુ-સસરાને વાત કરી હતી. જેથી સાસુ-સસરાએ કહ્યું, તમે બંને છૂટાછેડા લઈ અલગ થઈ જાઓ, આમેય તું કંઈ પિયરમાંથી લાવી નથી એવાં મેણાં મારતા હતા. આમ, વિકૃત પતિ તેમજ સાસુ-સસરા સતત છૂટાછેડા માટે દબાણ કરી ત્રાસ આપતા હોવાથી ફરિયાદ નોંધાવી છે.
અગાઉ પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો ત્રણ મહિના પહેલા રાજકોટમાં પતિ-પત્નીના સંબંધને હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. શરીરસુખના ભૂખ્યો પતિ રોજ દારૂ પીને ઘરે આવી રીતસરની હેવાનિયત આચરી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. પત્નીના ગુપ્તભાગ પર ઉપર બચકા ભરી લેતાં તેની આ હરકતથી કંટાળીને પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આથી ગંભીર હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પતિની ધરપકડ કરવામાં આવી હતી.
આપત્તિજનક વીડિયો બતાવી પતિ શારીરિક સંબંધ બાંધતો પત્નીએ જણાવ્યું હતું કે, મારો પતિ વારંવાર મને આપત્તિજનક વીડિયો બતાવી તે પ્રમાણે શરીરસુખ માણવા માટે જબદરસ્તી કરતો હતો. અને જો હું એમ ન કરૂ તો મને બેફામ મારઝૂડ કરતો હોવાથી કંટાળીને મેં આ પગલું ભરી લીધું હતું.
મહિલાની ફરિયાદ બાદ તાલુકા પોલીસે હેવાન પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. પરિણીતાએ તેની સાસુ અને નણંદ પર પણ ત્રાસનો આક્ષેપ કર્યો હતો.