સાસુ-સસરા બન્યા માતા-પિતા…!, કન્યાદાન કરી વિધવા પુત્રવધૂને આપી વિદાઇ

દેહેરાદુન:સમાજમાં ઘણા લોકો એવું ઉદાહરણ આપી જાય છે કે લોકોને હંમેશા યાદ રહી જાય છે. આવું જ એક ઉદાહરણ ઉતરાખંડની રાજધાની દેહરાદુનમાં જોવા મળ્યું જે હંમેશા લોકોને યાદ રહેશે. જ્યાં એક સાસુ-સસરાએ માં-બાપ બની એક વિધવા પુત્રવધૂના ધામધૂમથી લગ્ન કર્યા અને કન્યાદાન પણ કર્યું.

દેહેરાદુનના બાલાવાળામાં વિજયચંદ અને કમલદેવી પોતાના પરિવાર સાથે રહેતા હતા. ૨૦૧૪માં તેઓના મોટા પુત્રના લગ્ન કવિતા સાથે થયા.પરિવાર ખુશ હતો બધુ સારી રીતે ચાલતું હતું॰ અચાનક હરિદ્વારમાં સડક દુર્ઘટનામાં સંદીપનું મૃત્યુ થયું.

કવિતા ક્યારેય પતિના મૃત્યુ પછી પોતાના સાસુ-સસરાને એકલા છોડીને નથી ગઈ. તેને કહ્યું કે સાસુ-સસરાએ જેટલો પ્રેમ આપ્યો છે આવા માં-બાપ કોઈ કિસ્મતવાળાને જ મળે છે.

જાણે આ પરિવારની ખુશીઓ પર કોઈકની નજર લાગી ગઈ. વિજયચંદના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ આ પરિવારે ના પોતે હિમ્મત હારી કે ના પોતાની પુત્રવધૂને હિમ્મત હારવા દીધી. કવિતાના લગ્નજીવનને ફક્ત એક જ વર્ષ પૂર્ણ થયું હતું. સાસુ-સસરાએ વહૂની હિમ્મતને તૂટવા ના દીધી.

આ દરમ્યાન, વિજયચંદ અને કમલાએ કવિતાની સહમતિથી તેના માટે યુવકની પસંદગી ચાલુ કરી દીધી. તેઓએ ઋષિકેશ નીવાસી તેજપાલ સિહને કવિતા માટે પાસન કર્યો. ધામધુમથી લગ્ન કરી તેઓએ પોતાની પુત્રવધૂની વિદાઇ કરી.

કવિતા પતિના મૃત્યુ પછી ક્યારેય પોતાના સાસુ-સસરાને એકલા છોડીને નથી ગઈ.તેણે કહ્યું સાસુ-સસરાએ જેટલો પ્રેમ આપ્યો છે તે કોઈ કિસ્મતવાળાને જ મળે છે.

કવિતાના સસરાએ જણાવ્યુ કે, મારા દીકરાના મૃત્યુ પછી જ્યારે આડોસ-પાડોશ અને સગા-સંબધીએ કવિતાને પિયર મોકલી દેવાનું કહ્યું ત્યારે અમે તેને અશુભ માન્યું અને અમે હંમેશા તેની સાથે ઊભા રહ્યા.

વિજયચંદએ કહ્યું કે અમે કવિતાના લગ્ન કરી પોતાની દીકરીના રૂપમાં તેનું કન્યાદાન કર્યું છે. તે હંમેશા મારા પરિવારનો હિસ્સો રહેશે. મારી ઈચ્છા છે કે સમાજ આમથી કઈક શીખે.અમારી વહુ દીકરી સમાન છે. તે દુનિયાના બધા સન્માન અને આશીર્વાદની હકદાર છે.

error: Content is protected !!