વાસનાભૂખી પત્ની બની અંધ, પ્રેમી સાથે મળીને પતિને એ રીતે મરાવી નાખ્યો કે જોનારા હચમચી ગયા, શોકિંગ બનાવ

વાસનાભૂખી પત્ની બની અંધ, પ્રેમી સાથે મળીને પતિને એ રીતે મરાવી નાખ્યો કે જોનારા હચમચી ગયા, શોકિંગ બનાવ

24 જૂન, 2022ને શુક્રવારની વહેલી સવાર હતી. અમદાવાદના વસ્ત્રાલમાં સવારના 6 વાગ્યાના ટકોરે એક યુવાન ભૂરા રંગની ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં ફૂટ પાથ પર મોર્નિંગવોકમાં નીકળ્યો હતો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે, આ તેની જિંદગીની છેલ્લી મોર્નિંગ વોક છે. આ યુવાનને અચાનક જ પાછળથી આવેલી બોલેરો ઉડાવી દીધો અને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. આ સાથે જ મીડિયામાં CCTVમાં કેદ થયેલા મોતના સમાચાર વહેતા થયા અને બેફામ ડ્રાઇવિંગને લઈ સવાલો ઉઠવા લાગ્યા. ત્યાર બાદ બેફામ ગાડી હંકારતા બોલેરોના ચાલક સામે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. આ સમયે તપાસ અધિકારીઓને પણ ક્યાં ખબર હતી કે આ તપાસ તેમને 6 મહિના પહેલા ઘડવામાં આવેલા એક ખતરનાક ષડયંત્ર સુધી લઈ જશે. આ સ્ટોરીમાં આજે આ ષડયંત્ર કેવી રીતે, ક્યાં અને કોના માટે ઘડાયું હતું આવો જાણીએ વિગતવાર

બોલેરોએ જેમને ઉડાવ્યા તે યુવાનનું નામ શૈલષ પ્રજાપતિ. તેઓ કરોડોની જમીનના ધંધા સાથે સંકળાયેલા હતા અને પત્ની શારદા ઉર્ફે સ્વાતિ અને બાળકો સાથે રહેતા હતા. બહારથી પૈસે ટકે સુખી લાગતા આ પરિવારનું એક સભ્ય ‘વિલન’ હતી. પ્રજાપતિ પરિવારને જોઇને કોઇને પણ એમ લાગે કે હસતો રમતો પરિવાર છે અને તેને કોઇની નજર ન લાગે. પરંતુ એક ઘટનાથી આખો પરિવાર વેર વિખેર થઈ ગયો.

શું હતો રુંવાટા ઉભા કરી દેતો બનાવ?
અકસ્માત બાદ પોલીસે વાહન ચાલકની શોધખોળ આદરી હતી. શરૂઆતમાં પોલીસ અને પરિવાર આને એક અકસ્માત માની રહ્યો હતો. દરમિયાન એક દિવસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને એક કોલ આવ્યો. ફોન પર સામેવાળાની વાત સાંભળીને પીઆઈ બે ઘડી તો ચોંકી ગયા હતા. ફોન પરની વ્યક્તિએ ઘટસ્ફોટ કર્યો હતો કે આ આ અકસ્માત નહીં પણ વેલ પ્લાન મર્ડર છે. બાદમાં પોલીસે મર્ડરની થિયરી ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી. જોકે પોલીસ માટે પુરાવા એકઠા કરવા ચેલન્જ બની ગઈ હતી. સાથે જ શૈલેષની હત્યા કરવામાં આવી હતી તો કેમ તેનું કારણ પોલીસને મળતું નહોતું. જોકે ઉંડી તપાસ કરતાં પોલીસને એક પછી એક કડી મળી અને આ કેસની દિશા જ બદલાઈ ગઈ.

શૈલેષની પત્ની સ્વાતિની કોલ ડિટેલ્સ જોઈને પોલીસ ચોંકી ગઈ
કોલ ડિટેલ્સની વિગત જોઈને પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. મૃતક શૈલેષની પત્ની શારદા ઉર્ફે સ્વાતિ એક વ્યક્તિ સાથે અવારનવાર વાત કરતી હતી. જોકે આ વ્યક્તિ કોણ હતી એ જાણવું પોલીસ માટે ઘાસમાં સોઈ શોધવા બરાબર હતું. બીજી તરફ પોલીસે બાતમીના આધારે ડમ્પરચાલક યાસીન કાણિયાને ઉઠાવી લીધો હતો. જેણે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા. યાસિને પોલીસ સામે સ્વીકાર્યું હતું કે તેણે જ શૈલેષ પ્રજાપતિને રૂપિયા લઈને ઉડાવ્યો હતો. યાસીને સ્વિકાર્યું કે તે નીતિન નામના યુવકને મળ્યો હતો. મજબૂત પુરાવા માટે પોલીસે હવે નીતિન પર નજર રાખવાનું શરૂ કર્યું. પોલીસને જાણવા મળ્યું કે મૃતક શૈલેષની પત્ની સ્વાતિ સાથે કલાકો સુધી વાતો કરતી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ નીતિન જ છે.

મારી પત્નીનું શૈલેષ સાથે અફેર છે કહીને નીતિને યાસિનને સોપારી આપી
યાસિને પોલીસને જણાવ્યું હતું કે મને નીતિને જ શૈલેષને રસ્તામાંથી હટાવવા સોપારી આપી હતી. નીતિને મને એવું પણ કહ્યું હતું કે તેની પત્ની અને શૈલેષ વચ્ચે અફેર છે, જેના કારણે તે તેની હત્યા કરવા માંગે છે. આથી નીતિનની વાત સાચી માની મે શૈલેષને ઉડાવ્યો હતો. હવે નક્કી થઈ ગયું હતું કે શૈલેષની હત્યા નીતિને જ કરાવી હતી. પણ નીતન અને શૈલેષ વચ્ચે શું સંબંધ છે એ જાણવું જરૂરી હતી.

લગ્ન બાદ નીતિન અને સ્વાતિ વચ્ચે આંખ મળી ગઈ
પોલીસે નીતિન અને શૈલેષની પત્ની સ્વાતિને સામસામે બેસાડીને પૂછપરછ કરી. જેમાં બંને ભાંગી પડ્યા હતા. બંનેએ સ્વિકાર્યું હતું કે તેઓ વચ્ચે અફેર છે અને એકબીજાને પ્રેમ કરે છે. સ્વાતિએ જણાવ્યું હતું કે હું અને નીતિન સાથે ભણતા હતા. શૈલેષ સાથે લગ્ન બાદ નીતિનના પ્રેમમાં પડી હતી. અનેકવાર એકબીજામાં ઓતપ્રોત થઈને સમય ગાળતા હતા. જોકે આ વાતની શૈલેષને ખબર પડી જતા તે સ્વાતિ પર શંકા કરવા લાગ્યો હતો. એક દિવસ શૈલેષના ગયા બાદ નીતિન ઘરે આવ્યો હતો. બંનેએ મનમૂકીને સંબંધો બાંધ્યા હતા.

શૈલેષે ઘરમાં સીસીટીવી ગોઠવ્યા અને પત્નીની અશ્લીલ હરકત કેદ થઈ
શૈલેષે પત્ની અને તેના પ્રેમી નીતિનને રંગેહાથ પકડી પાડવા માટે ઘરમાં કેમેરા ફીટ કરાવ્યા હતા. જેમાં નીતિન અને સ્વાતિની અશ્લીલ હરકતો કેદ થઈ ગઈ હતી. શૈલેષે ઘરે આવીને સ્વાતિનો ભાંડો ફોડ્યો હતો. અફેરની પતિને ખબર પડી જતા પત્ની સ્વાતિ મૂંઝાઈ ગઈ હતી. એટલું જ નહીં નીતિન અને સ્વાતિ એકબીજા વગર રહી શકે તેમ ન હોવાથી બંને સાથે આત્મહત્યાનો પણ એકવાર વિચાર કર્યો હતો. જોકે નીતિને કહ્યું કે આપણે મરી જઈએ તેના કરતાં શૈલેષને જ મારી નાંખીએ તો? આ સાંભળી સ્વાતિનો પણ ચહેરો ચમકી ગયો હતો.

નીતિને બનાવ્યો ફિલ્મન ટક્કર મારે એવો પ્લાન
બીજી તરફ અફેર બહાર આવી ગયા બાદ શૈલષ પત્ની સ્વાતિ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. આ તરફ સ્વાતિ નીતિન પર પતિનો કાંટો કાઢી નાખવા દબાણ કરવા લાગી. આથી નીતિને પ્લાન બનાવ્યો. નીતિનની ગુનેગારોના ફાયનાન્સર વિકી અને બાદમાં વિકીના પરિચીત યાસીન કાણિયા સાથે મુલાકાત થઈ. જેમાં નીતિને કહ્યું કે મારી પત્નીનું શૈલેષ સાથે અફેર છે અને તે હું જોઈ શકતો નથી. યાસીને નીતિનની સોપારી લીધી. નીતિને શૈલેષની પળેપરની માહિતી આપી. અંતે મોકો જોઈને વસ્ત્રાલમાં મોર્નિંગ વોકમાં નીકળેલા શૈલેષ પ્રજાપતિને યાસીન કાણિયાએ પીકઅપ વાનથી કચડીને મારી નાખ્યો હતો.

બે સંતાનો નોંધારા બન્યા
અમદાવાદ પોલીસે જણાવ્યું કે હ્યુમન ઇન્ટેલિજન્સની એક કડીએ અમને આખી મર્ડર મિસ્ટ્રી શોધવામાં મદદ કરી છે. સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન શૈલેષે નીતિન અને સ્વાતિના જે અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. જે અમે રિકવર કર્યા છે. આ સમગ્ર કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. જ્યારે તેની તપાસ રામોલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હોવાથી યાસીન કાણિયો, સ્વાતિ અને નીતિન પ્રજાપતિ હાલ પોલીસ લોકઅપમાં છે. તો બીજી તરફ સ્વાતિ લોકઅપ પાછળ ધકેલાતા અને શૈલેષની હત્યા થતા બે સંતાન માતા-પિતા વિનાના થઈ ગયા છે.