કાઠિયાવાડી યુવાને લગાવ્યું ભેજું, નજરે જોનારા લોકો પણ ચોંકી ઉઠયા, થઈ જોવા જેવી

રાજકોટમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. એક કારનો માલિક તેની કાર નો-પાર્કિંગની જગ્યામાં પાર્ક કરીને ક્યાંક ચાલ્યો ગયો હતો. થોડી વાર પછી પોલીસે કારના ટાયરમાં લોક મારી દીધું હતું. થોડી વાર પછી કારનો માલિક આવ્યો તેણે કારના ટાયરમાં લોક જોયું. પછી કારના માલિકે લોક સાથે આખું ટાયર જ કાઢી નાખ્યું હતું. તેની જગ્યાએ સ્પેર વ્હિલ ફીટ કરી લીધું હતું. એટલું જ નહીં કારનો માલિક જે ટાયરમાં લોક લાગેલું હતું એ ટાયર લોક સાથે લઈને ચાલતી પકડી હતી. કાર માલિકે અપનાવેલા કીમિયાથી બધા ચોંકી ગયા છે. સોશ્યલ મીડિયા પર આનો એક વીડિયો પણ ફરતો થયો છે.


મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આજે બપોરના સમયે રસ્તા પર પાર્ક કરવામાં આવેલ કાર નંબર GJ.12.DA.3639ને ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ કરવાના બદલામાં વહીલ લોક કરી દેવામાં આવી હતી.


જો કે આ બાદ લોક કરાયેલી કારના ચાલકે લોક પર લખવામાં આવેલ નંબર પર ફોન કર્યા હતા ધોમધખતા તાપમાં કારધારક ટોઇંગ વેનની રાહ જોવા છતાં કોઈ પોલીસ કર્મી નહીં આવતા કંટાળેલા ચાલકે તુકકો લડાવ્યો હતો અને તેમના દ્વારા લોક કરાયેલું આખું વ્હિલ જ કાઢી નાખ્યું અને સ્પેર વ્હિલ ચડાવી દઈ લોક સાથેનું વ્હિલ લઈને કારચાલક કાર લઈને નીકળી ગયા હતા.


આ દૃશ્યો નજરે જોનારા પણ ચોંકી ઉઠયા કે આ તો નવો કિમીયો થયો છે અને તેમને પોતાના મોબાઈલ કેમેરામાં આ વીડિયો કેદ કરી લીધો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. ત્યારે હવે સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે.રાજકોટના યુવાનનો ગજબનો કીમિયો, પોલીસે ટાયરમાં લોક માર્યું તો લોક સાથે આખું ટાયર જ કાઢી નાખ્યું, સ્પેર વ્હિલ લગાવીને ચાલતી પકડી

error: Content is protected !!