બહેનને મેસેજ કરનાર આરોપીને ભાઈએ ઠપકો આપ્યો તો ચપ્પુના 5 ઘા મારી પતાવી દીધો, વચ્ચે પડનાર મિત્રની પણ હત્યા કરી

સુરતઃ શનિવારે મોડીરાતે પાંડેસરામાં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં મિત્રને બચાવવામાં મધ્યસ્થી બનેલા યુવક અને તેના મિત્રની ચપ્પુ-કડછીના ઘા મારી હત્યા કરાઈ હતી. પાંડેસરા તેરે નામ ચોકડી પાસે શનિવારે રાત્રે જમીન દલાલ અનુરાગ ઉર્ફે બંટી શુક્લા તેના મિત્ર શિવશંકર ઉર્ફે ભોલા જયસ્વાલ, પ્રવિણ ઉર્ફે પ્રવિણ મારવાડી સોલંકી, આશુતોષ પાઠક સહિત 5 મિત્રો બેઠા હતા. દરમિયાન જમીનદલાલનો પરિચિત કિશનસીંગ તેના મિત્ર વિશાલ સાથે બાઇક પર આવ્યો હતો. કિશનસીંગ અને વિશાલ બન્ને પ્રવિણ સોલંકી સાથે ઝઘડવા લાગ્યા હતા. જેથી મધ્યસ્થી બની ભોલાએ પ્રવિણને ઘરે લઈ જવાની વાત કરતા કિશનસીંગ ભોલા સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ કિશનસીંગે રેમ્બો છરો કાઢી પ્રવિણને પેટમાં ઘા કરી દેતા તે જીવ બચાવી ભાગવા લાગ્યો હતો. હત્યારો તેની પાછળ દોડતા મિત્રને બચાવવા ભોલાપણ પાછળ દોડ્યો હતો. જેથી કિશનસીંગે ભોલાને પણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ વિશાલે બાજુમાં ચાઇનીઝની દુકાન પરથી કડછો લઈ ભોલાના માથામાં મારી દીધો હતો. ભોલાને તેના મિત્રો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ભોલા જ્યસ્વાલ (32)(રહે, રાધેશ્યામનગર, પાંડેસરા)નું મોત થયું હતું.

પોલીસે તપાસ હાથ ધરી.                                   પ્રવિણ સોલંકી (22)(રહે, ગાયત્રી નગર, પાંડેસરા)નું રવિવારે મોત થયું હતું. પાંડેસરા પોલીસે જમીનદલાલ અનુરાગ શુક્લાની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે કિશનસીંગ મનોજસીંગ સિંગ અને વિશાલ (બન્ને રહે, જય જવાન જય કિસાન સોસા, પાંડેસરા)ની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે એક હત્યારાને પકડી લીધો હોવાની વાત છે. જો કે પોલીસે આ બાબતે સત્તાવાર સમર્થન આપ્યું ન હતું.

મરણજનાર પ્રવિણ મારવાડી અગાઉ ગાંજાના કેસમાં પાંડેસરા પોલીસમાં પકડાઈ ચુક્યો છે                 હત્યારો કિશનસીંગ મરણજનાર પ્રવિણ મારવાડીની બહેનને મોબાઇલ પર મેસેજ કરી હેરાન કરતો હતો. જેના કારણે કિશનસીંગ અને પ્રવિણ વચ્ચે ઘણા મહિનાથી ઝઘડો ચાલતો હતો. આ અદાવતમાં કિશનસીંગે તેની સોસાયટીમાં રહેતા વિશાલ સાથે પ્રવિણ મારવાડીને મારી નાંખવાનો પ્લાન બનાવ્યો હતો. હત્યાનો મામલો સીસીટીવીમાં કેદ થયો છે. જેના ફૂટેજ પણ પોલીસે કબજે કર્યા છે.

હુમલાખોરે ભોલાની છાતી પર બેસી ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. મરણજનાર પ્રવિણ ઉર્ફે પ્રવિણ મારવાડી પાંડેસરા પોલીસમાં અગાઉ ગાંજામાં પકડાયો હતો. પ્રવિણની કરિયાણાની દુકાન છે અને ભોલા જ્યસ્વાલની સાબુની ફેક્ટરી છે. ભોલાના 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા. 3 મિત્રોની નજર સામે બે હત્યારાઓ રેમ્બો છરો લઈ બે મિત્રોની હત્યા કરી નાંખી હતી છતાં એકપણ મિત્રએ પોલીસને તાત્કાલિક 100 નંબર પર જાણ કરવાની તસ્દી લીધી ન હતી

error: Content is protected !!