‘હું તારા પતિ સાથે સબંધ રાખીશ, જો વચ્ચે આવી તો તને પતાવી દઈશ.’ પતિ સાથે રંગરેલિયા મનાવતા પકડાયેલી પ્રેમિકાની પત્નીને ધમકી

‘હું તારા પતિ સાથે સબંધ રાખીશ, જો વચ્ચે આવી તો તને પતાવી દઈશ.’ પતિ સાથે રંગરેલિયા મનાવતા પકડાયેલી પ્રેમિકાની પત્નીને ધમકી

અમદાવાદ : પતિ, પત્ની ઓર વો જેવો કિસ્સો સામે આવ્યો છે. પતિ અને સાસરિયાં પહેલા દહેજની માગણી કરતા હતા. ત્યારબાદ પતિ અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવતો પણ હોવાનું સામે આવ્યું અને આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પતિ અને તેની પ્રેમિકા રંગરેલીયા મનાવતા હતા ત્યારે પત્નીએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. આ અંગે પ્રેમીકાએ ઊલટું સામે કહી દીધું કે, હું તારા પતિ સાથે સબંધ રાખીશ. જો તું વચ્ચે આવીશ તો તને પતાવી દઈશ. હાલ આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લગ્ન બાદ યુવતીને જીવન નરક બન્યું                  શહેરના શાહપુર દરવાજા પાસે રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2016માં શાહપુરના એક યુવક સાથે થયા હતા. યુવતીના પરિવારે લગ્નમાં એક્ટિવા પણ દહેજમાં આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ જ્યારે યુવતીએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ પતિના વર્તનમાં ફેર આવી ગયો હતો. પણ ક્યારેક પતિનું વર્તન સુધરશે તેમ માનીને આ યુવતી રહી હતી. છતાંય સાસુ, સસરા, પતિ અલગ-અલગ બહાના કાઢી કામ બાબતે બોલાચાલી કરી માર મારતા હતા.

પતિનું અન્ય યુવતી સાથે હતું અફેર                     બાદમાં તો પતિએ આ યુવતીને પિયરમાંથી ચાર લાખ ધંધામાં જરૂર હોવાથી લઈ આવવા કહ્યું હતું. યુવતીએ આટલી મોટી રકમ ક્યાંથી લાવું તેવું કહેતા જ પતિ આવેશમાં આવી ગયો અને નહીં રાખવાનું કહી છૂટાછેડા પણ નહીં આપે અને બીજે લગ્ન કરી લેશે તેવી ધમકી આપી હતી. આ યુવતીને થોડા સમય બાદ જાણ થઈ કે તેને દાણીલીમડાની યાસ્મીન નામની યુવતી સાથે પ્રેમ સબંધ છે. જેથી તે બાબતે પતિને વાત કરતા તે આવેશમાં આવી ગયો અને તેને બોલાચાલી કરી માર માર્યો હતો.

સમાધાન થવા છતાં પતિ ન સુધર્યો                   યુવતીએ પતિની પ્રેમિકાને શોધી તેની સાથે વાત કરી હતી. સમજાવવા છતાંય પતિએ આ સ્ત્રી સાથે સબંધ ચાલુ રાખ્યા હતા. પતિએ આ દરમિયાન ધમકી આપી કે, તે સબંધ ચાલુ જ રાખશે, થાય તે કરી લે. જેથી યુવતી તેના પિયરમાં આવી ગઈ હતી. બાદમાં વડીલોએ આ બાબતે સમાધાન કરાવી યુવતીનો પતિ યાસ્મીન સાથે સબંધ નહીં રાખે તેવી બાંયધરી આપતા યુવતી સાસરે આવી હતી. જોકે બાદમાં ફરી એવું સામે આવ્યું કે, યુવતીનો પતિ દાણીલીમડા ખાતે પ્રેમિકાના ઘરે જઈને રહે છે. સાસરિયાઓ એ યુવતીના દાગીના પણ રાખી લીધા હતા અને તેને લગ્ન પ્રસંગમાં પહેરવા પણ આપ્યા ન હતા.

પતિની પ્રેમિકાએ આપી યુવતીને ધમકી                   એક દિવસ યુવતીએ પતિ અને પ્રેમિકાને રંગેહાથ ફરતા પકડી લીધા હતા. ત્યારે પતિની પ્રેમિકાએ, હું તારા પતિ સાથે આડા સંબંધ રાખીશ અને જો તું વચ્ચે આવીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપતા આખરે કંટાળીને આ યુવતીએ પતિ, સાસુ, સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.