‘મને હેરાન કરનારા બચવા ન જોઇએ, હુ પ્રેત થઇને પાછો આવીને સજા આપીશ”મને હેરાન કરનારા બચવા ન જોઇએ, હુ પ્રેત થઇને પાછો આવીને સજા આપીશ’

ખેડા:જિલ્લામા છેલ્લા કેટલાય દિવસોથી વ્યાજ ખોરોનો ત્રાસ વધ્યો છે. નડિયાદમાં 35 વર્ષીય યુવકે દેવુ વધી જતાં વ્યાજના ખપ્પરમાં જતાં યુવકે આપઘાત કરી દીધો છે. મૃતકે આ પહેલા સ્યુસાઇડ નોટ લખતાં મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ મિશન રોડ પર આવેલા નવરંગ ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય કલ્પેશ જયંતિ મકવાણા નામના યુવકે આજે સવારે પોતાના ઘરમાં પંખા સાથે લટકી જઈ જિંદગી ટૂંકાવી લીધી છે. આ અંગે તેની બહેન રેખાબેને નડિયાદ પશ્ચિમ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઇ પીએમ માટે મોકલ્યો છે. મૃતક કલ્પેશભાઈનું દેવું વધી જતાં તેણે આ પગલું ભર્યું હોવાનું રેખાબેન એ પોલીસમાં જણાવ્યું છે.

પોલીસે મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ કબ્જે કરી હતી. જેમાં મૃતક કલ્પેશ ચોક્કસ વ્યક્તિઓને ટાર્ગેટ કરી જણાવ્યું હતું કે, ત્રણ દિવસનું 10 હજારનું 3 હજાર વ્યાજ લે છે. આ તમામની પથારી ફેરવશો અને જેલમાંથી પણ આ લોકો કદી છુટવા જોઈએ નહી અને જો છુટશે તો હું કલ્પેશ મર્યા પછી પણ સજા આપીશ. આ ચાર કોપી પેસ્ટ કરી છે અને દિલ્હી સુધી, બધા જેલમાં જોઈએ આ જીવન ન્યાય જોઈએ, હૂં પાછો આવીશ.

નડિયાદ પશ્ચિમ પોલીસે આ અંગે ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી આ બાબતે કાર્યવાહી કરી છે.

પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન પોતે ડિવોર્સી હતો અને તે કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સાથે સાથે ત્રણ બહેનો વચ્ચે એકનો એક લાડકવાયો ભાઈ હતો.

error: Content is protected !!