‘મને મારા ઉપરી અધિકારીઓ ટોર્ચર કરે છે’, પાંચ વર્ષથી … સ્યુસાઈડ નોટ લખી RPF જવાને ઉઠાવ્યું ખતરનાક પગલું

‘મને મારા ઉપરી અધિકારીઓ ટોર્ચર કરે છે’, પાંચ વર્ષથી … સ્યુસાઈડ નોટ લખી RPF જવાને ઉઠાવ્યું ખતરનાક પગલું

ભાવનગર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતો આરપીએફ જવાન મયુરદાન ગઢવી ગુમ થયો છે. સ્યુસાઈડ નોટ લખીને આ જવાન ગુમ થયો છે. ત્યારે આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેલવે સ્ટેશન પર છેલ્લા ઘણાં સમયથી આરપીએફ જવાન તરીકે ફરજ બજાવતો મયુરદાન ગઢવીએ પોતાની નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, મારા ઉપરી અધિકારીઓ મને વારંવાર હેરાન કરતા તેમજ મને ટોર્ચરીંગ કરે છે. તેમજ મારા માતા-પિતાની તબિયત સારી ન હોવાથી મારી બદલી મારા મૂળ વતનમાં કરવાના બદલે રતલામ ખાતે કરતા હોવાનું તેઓએ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.

નોટમાં ગંભીર આક્ષેપ કર્યો
આ આરપીએફ જવાનનો પરિવાર રોજકોટમાં રહે છે. ભાવનગરમાં રેલવે આરપીએફમાં ફરજ બજાવી રહેલો જવાન છેલ્લા 3 દિવસથી ગૂમ થયા અંગે બોરતળાવ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જવાને પોતાની નોટમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. જે જવાન ગૂમ થયો છે તેનું નામ મયુરદાન ગઠવી છે અને તેઓ 7 જુલાઈથી ગૂમ થયા છે.

હું આખા પરિવારની માફી માગું છું
આ નોટમાં ઉલ્લેખ કરતા જવાને વધુમાં જણાવ્યું હતું કે, મારા વ્હાલા બાળકો રીનુ અને સમર જે મને મારી જાનથી પણ વધારે વ્હાલા છે. મારા પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો છે, મારા માતા- પિતા મને માફ કરજો હું આપ બંને બીમાર હોવા છતાં આપની સેવા ન કરી શકયો તે માટે હું આખા પરિવારની માફી માગું છું.

અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ
નોટમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, પરિવાર અને મારી પત્નીને જણાવવા માગું છું કે હું આરપીએફ અધિકારીઓથી કંટાળીને આ પગલું ભરવા જઈ રહ્યો છું. મારા મુંબઈના અધિકારીને એવું લાગે છે કે, હું આતંકવાદી કરતા પણ ખરાબ છું તેમણે કહ્યું કે, તને જીવનમાં કાંઈ દિવસ રાજકોટ નહીં જવા દઈએ. 2017 થી મને મારા વિભાગ અને તેના અધિકારીઓ હેરાન કરે છે. આ નોટમાં જે અધિકારીઓ હેરાન કરે છે તેમાં સીએચસી શુક્લા, સીએચસી સિંગ સાહેબ તથા સીએચસી સિંહા જે મારી વાતો સાંભળ્યા વગર જ મને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને પાંચ વર્ષથી પરિવારથી દૂર રાખ્યો છે.

કેટલાક ઇન્સ્પેક્ટર છે જેમાં એકએસસી મકરટિયાયા, સોલંકી, માલ સરીયા, બાબુલાલ સોલંકી અને ભાવનગરના પ્રેમચંદ્ર વર્મા મને ખૂબ હેરાન કરે છે, હું મારા ડીજી સાહેબને વિનંતી કરું છું કે, મારા જેવું પગલું બીજી વાર કોઈ ના ભરે તેનું ધ્યાન રાખજો અને મારા પરિવારને ન્યાય આપજો… મારી સાથે મારા આરપીએફ જવાનો મને માફ કરજો આ તમારી સાથે ન બને એટલે આ પગલું ભરુ છું.

આ અંગે ભાવનગરના એએસપી સફિન હસન સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકલ ક્રાઈમ બ્રાંચ અને ડી ડિવિઝન પોલીસ સ્ટાફ આ અંગે તપાસ કરી રહી છે અને મોબાઈલના લોકેશન ટ્રેક મેળવી શોધખોળ હાથ ધરી છે.સ્યુસાઈડ નોટમાં મારા વ્હાલા બાળકો મને મારી જાનથી પણ વધારે વ્હાલા છે, પત્ની જે મને ખૂબ પ્રેમ આપ્યો, મારા માતા- પિતા મને માફ કરજો, લખી જવાને…