પતિની હેવાનિયત:પત્નીના ચરિત્ર પર હતી શંકા, પતિએ સોઈ-દોરાથી સિવિ નાખ્યો પત્નીનો પ્રાઈવેટ પાર્ટ

મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાંથી એક પરિણીતા સાથે હેવાનિયત કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. અહિંયા એક શખ્સે પોતાની પત્ની પર શંકા-કુશંકા કરતો હતો. પણ આ શંકા-કુશંકામાં એટલો ડુબી ગયો કે તેને પત્નીના પ્રાઈવેટ પાર્ટને સોઈ-દોરાથી જ સિવિના નાખ્યો હતો. જેથી પીડિતાએ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સિંગરૌલીના એડિશનલ એસપી અનિલ સોનકરે સમગ્ર મામલે જાણકારી આપતા કહ્યું કે આ સમગ્ર ઘટના માડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહિંયા રહેનાર એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેને કહ્યું કે તેનો પતિ તેના પર અવારનવાર શંકા કરતો હતો. તે હંમેશા આરોપ લગાવતો કે કોઈ અજાણ્યા પુરૂષ સાથે તેના અવૈદ્ય સંબંધ છે.

પીડિતાના જણાવ્યા મુજબ પતિ એટલી બધી શંકા હતી કે તે આ શંકામાં અંધ બની ગયો હતો કે તેને પ્રાઈવેટ પાર્ટને સોઈ દોરોથી સિવિ નાખ્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી પતિ સામે ગંભીર ધારા લગાવીને કેસ દાખલ કર્યો છે.

એએસપી અનુસાર આ ખુબ અમાનવીય કૃત્ય છે. અને આ દરમિયાન મહિલાને ખુબ પીડામાંથી પસાર થવું પડ્યું છે. જેથી આરોપી પતિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એડિશનલ એસપી અનિલ સોનકરે કહ્યું કે સમગ્ર મામલે મહિલા પીડિતાને મેડિકલ ચેકઅપ માટે મોકલવામાં આવી હતી. જે બાદ જ આરોપી પતિ સામે FIR નોંધવામાં આવી છે. હાલ તો આરોપી પતિ ફરાર છે. જેથી પોલીસ તેને શોધી રહી છે.

error: Content is protected !!