પતિએ ફેવરેટ શર્ટ ન પહેર્યો, તો પત્નીએ ફાંસો ખાઈ જીવ આપી દિધો……

રાજસ્થાન;કોટાના આરકે પુરમમાં 23 વર્ષની પરણિતાએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ફાંસો ખાનારી અંજલી સુમન કોટાના રામચંદ્રપુરાની રહેવાસી હતી. તેના લગ્ન 2 વર્ષ પહેલા મધ્યપ્રદેશના મંદસોરના રહેવાસી શુભમ સાથે થયા હતા. જોકે શુભમ કોટામાં નોકરી કરતો હતો. મંગળવારે તેણે પોતાના પતિને પોતાની પસંદનો શર્ટ પહેરવા માટે કહ્યું હતું. તે પછીથી ઝધડો થયો હતો. પછીથી પતિ જમ્યા વગર જ ઘરમાંથી નીકળી ગયો હતો. બાદમાં અંજલીએ ઘરમાં જ ફાંસો લગાવી લીધો હતો.

મૃતકના પતિએ જણાવ્યું કે તે પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તે આરકે પુરમના આવલી રોજડી વિસ્તારમાં ભાડાના મકાનમાં પોતાની પત્ની અને બહેનની સાથે રહે છે. મંગળવારે પત્નીએ તેને તેની પસંદગીનો શર્ટ પહેરવા કહ્યું હતું. તે નવો શર્ટ સિવડાવવા માટે પણ કહી રહી હતી. આ બાબત પર બંનેની વચ્ચે ઝધડો થયો હતો. તે પછી તેણે બાઈકની ચાવી માંગી અને જમ્યા વગર તે ઘરેથી ડ્યૂટી માટે ગયો હતો.

ફોન પર કહ્યું- વાત નથી કરવી
ડ્યુટી પર ગયા પછી પત્નીએ પતિને ફોન પર કહ્યું હતું, મારે તમારી સાથે વાત કરવી છે. મેં તેને કહ્યું કે ડ્યૂટી પરથી ફરત ફરીને વાત કરુ છું. અડધો કલાક પછી ફોન આવ્યો કે અંજલીએ ફાંસો ખાધો છે.

પોલીસ તપાસમાં લાગી
આરકે પુરમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રામબાબૂએ જણાવ્યું કે મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. તે પછી બુધવારે શબને પરિવારને સોંપ્યું. મૃતકના પિયર પક્ષના લોકોએ મામલાની તપાસ કરાવીને કાયદાકીય કાર્યવાહી કરાવવાની ફરીયાદ આપી છે. મામલાની તપાસ ચાલી રહી છે.

error: Content is protected !!