એક જ ચિતા પર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર, લગ્નમાં આપેલું વચન નિભાવ્યું, પતિ-પત્નીએ સાથે ગુમાવ્યો જીવ

એક જ ચિતા પર થયા પતિ-પત્નીના અંતિમ સંસ્કાર, લગ્નમાં આપેલું વચન નિભાવ્યું, પતિ-પત્નીએ સાથે ગુમાવ્યો જીવ

કલોલ : પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લાસ્ટ સમયે રસોડામાં કામ કરતાં પિનલબેન દાઝી ગયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં.

ખૂબ જ ભાવુક બનાવ, પતિ-પત્નીએ એક સાથે જ દુનિયામાંથી લીધી વિદાઈ                                                                       મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ કેનેડા રહેતાં હોવાને પગલે તેઓ ગુરુવારે કલોલ પહોંચ્યાં હતાં. પુત્રના અંતિમ સંસ્કારની તૈયારીઓ કરતા પરિવારને પુત્રવધૂ પિનલના મોતના પણ સમાચાર મળ્યા હતા, જેને પગલે પતિ-પત્ની બંનેના અંતિમસંસ્કાર સાથે કરાયા હતા. એકસાથે 2 અંતિમયાત્રા નીકળતાં પરિવાર સાથે સ્થાનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયાં હતાં.

મૃતક અમિતના પિતા જનકભાઈ વિરેન્દ્રભાઈ દવે, માતા રેખાબેન અને ભાઈ રવિ અને ભાભી કેનેડા રહે છે. મૂળ લીંબડીના ચૂડાના દવે પરિવારનો અમિત પત્ની તેમજ દાદી સાથે ગાર્ડન સિટીમાં 159 નંબરના મકાનમાં ભાડે રહેતો હતો.

કલોલ બ્લાસ્ટમાં મોતને ભેટેલા પતિ સાથે પત્નીની પણ અંતિમયાત્રા નીકળી હતી.                                                              યુવક ફર્નિચરની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતો. ત્યારે બ્લાસ્ટમાં કાટમાળ નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રસોડામાં કામ કરતી પત્ની પિનલ દાઝી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. જેને પગલે તેને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન ગુરૂવારે તેનું મોત થયું હતું. જ્યારે બ્લાસ્ટમાં દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધા હંસાબેન દવે હાલ સારવાર હેઠળ છે.

પોતાનું ઘર ધ્વસ્ત થતાં માસીના ઘરેથી અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી
બ્લાસ્ટમાં મરણ ગયેલ યુવકની ઘાયલ પત્નીનું પણ આજ રોજ મોત નીપજયું હતું. આ બન્ને ની અંતિમ યાત્રા જૂનાચોરા વિસ્તારના લવારવાસ માં રહેતા તેના માસી દક્ષાબેન જગદીશભાઈ શુક્લ ના ત્યાં થી કાઢવામાં આવી હતી.