ગુરુવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડર લીક થયો હતો. એમાં સમગ્ર ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. એ સમયે ઘરમાં પતિ-પતિની અને 4 બાળકો હાજર હતાં. જાણવા મળી રહ્યું છે કે જે સમયે ગેસ-સિલિન્ડરમાં આગ લાગી ત્યારે સવારનો નાસ્તો બનાવવાની તૈયારી ચાલી રહી હતી. આગ ઝડપથી ફેલાઈ જતાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં સમગ્ર પરિવારના સભ્યો હતા. તેમને બહાર નીકળવાનો કે બૂમો પાડવાનો પણ સમય જ ન મળ્યો.
આગ લાગવાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. જ્યાં સુધી પાડોશી પહોંચ્યા ત્યાં સુધીમાં બધું બળીને ખાખ થઈ ગયું હતું. પાલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.શરૂઆતની તપાસ બાદ એસપી શશાંક કુમાર સાવને જણાવ્યું હતું કે દુર્ઘટના સિલિન્ડર ફાટવાને કારણે નહીં, પણ લીકેજ થવાથી બની છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી છે.
સવારે ચા બનાવવા માટે ગેસ સળગાવ્યો ત્યારે ધડાકો થયો
ડીએસપી હેડક્વાર્ટર ધરમબીર ખર્બેએ જણાવ્યું હતું કે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો. તેમણે ચા બનાવવા માટે ગેસ સળગાવવાનો પ્રયાસ કર્યો કે તરત જ ધડાકો થયો હતો અને આગ લાગી હતી. એને કારણે આગ આખા રૂમમાં ફેલાઈ ગઈ હતી. આનાથી અંદર ગૂંગળામણ થઈ અને બધા મૃત્યુ પામ્યા.
મૃતક પશ્ચિમ બંગાળના રહેવાસી
આ દુ:ખદ બનાવ હરિયાણાના પાનીપતનો છે. મૃતકોમાં પતિ-પત્ની અને 4 બાળકોનો સમાવેશ થાય છે. બાળકોમાં 2 છોકરી અને 2 છોકરા છે. મૃતકોની ઓળખ અબ્દુલ કરીમ (50), તેની પત્ની અફરોઝા (46), મોટી પુત્રી તરીકે થઈ છે. ઇશરત ખાતુન (17-18), રેશ્મા (16), અબ્દુલ શકૂર (10) અને અફાન (7) તે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરનો રહેવાસી હતો. હવે પરિવાર બધવા રામ કોલોની, કેસી ચોક, ગલી નંબર 4માં રહેતો હતો.
આગની ઘટનાની તપાસ કરવામાં આવી રહી
દુર્ઘટના બાબતની જાણ થતાં જ આસપાસના લોકોની ભીડ ઊમટી પડી હતી. પોલીસ અને ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન ભીષણ આગમાં આખો પરિવાર જીવતો સળગીને ભડથું થઈ ગયો હતો.
પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈપણને ઘરની અંદર જવા દેવાતા નથી. આ સમગ્ર દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે કે એમાંથી કોઈ કેમ બચી શક્યું નહિ. જ્યારે તેઓ બધા કઈ રીતે સંપૂર્ણપણે જીવતા સળગી ગયા હતા.