સો-સો સલામ! પાગલ ને ગર્ભવતી મહિલાની વહારે આવી ગુજરાત પોલીસ

સામાન્ય રીતે ગુંડાઓ સાથે મારધાડ કરતી પોલીસની ખાખી વર્દી પાછળ પણ એક માણસ છૂપાયેલો હોય છે જેની બહુ જવલ્લે જ લોકોને ખબર પડતી હોય છે. જુનાગઢ જિલ્લાના માંગરોળના ડીવાયએસપી જુગલ પુરોહીતે જ્યારે પેલી સ્ત્રીને જોઈ ત્યારે મનોમન તેમણે આ સ્ત્રીને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેવો નિર્ધાર કર્યો. માંગરોળના એક વેપારી કિરિટભાઈ મકવાણાએ ડીવાયએસપી જુગલ પુરોહીતને ફોન કરી જાણકારી આપી કે, તેમના વિસ્તારમાં છેલ્લા એક દોઢ મહિનાથી એક પાગલ સ્ત્રી રસ્તા ઉપર ફરી રહી છે, પણ તે ગર્ભવતી હોય તેવું હવે લાગી રહ્યું છે.

ડોક્ટરની સારવાર બાદ થોડી સ્વસ્થ થયેલી મહિલા બંગાળી ભાષા બોલે છે તેવો અંદાજ આવતા સોની બજારમાં કામ કરતાં બંગાળી કારીગરોને પોલીસની મદદ માટે બોલાવવામાં આવ્યા. બંગાળી કારીગરોએ પોલીસની સૂચના પ્રમાણે સ્ત્રી સાથે વાત કરી અને જાણકારી મળી કે મહિલાનું નામ સુલ્તાના બેગમ છે, તે પરણિત છે અને તેને બે દિકરાઓ પણ છે અને તે બંગાળના નોગાવ જિલ્લાની છે. આ માહિતીને આધારે માંગરોળ પોલીસે તુરંત બંગાળ પોલીસનો સંપર્ક કર્યો અને તેમને મળેલી સુલ્તાના બેગમ અંગેની જાણકારી આપી.

બંગાળ પોલીસે તેમને આપવામાં આવેલા સરનામે તપાસ કરતાં જાણકારી મળી કે સુલ્તાનાને બે દિકરા છે જે તેમના બંગાળના ઘરે જ છે. સુલ્તાનાના પતિના કારણે જ તે ત્રીજી વખત ગર્ભવતી થઈ હતી, પણ પતિને દારુ પીવાની ટેવ હોવાને કારણે તે મારઝૂડ કરતો હતો. જેથી કંટાળી સુલ્તાના ઘર છોડી વેરાવળ આવતી ટ્રેનમાં બેસી ગઈ હતી.

જોકે ત્યાર પછી તેણે માનસીક સંતુલન ગુમાવતા તે માંગરોળના રસ્તે રઝળવા લાગી હતી, પરંતુ ડીવાયએસપી જુગલ પુરોહીતની ખાખી વર્દી પાછળ જીવતા માણસે સુલ્તાનાને મદદ કરી. સુલ્તાના હાલમાં જુનાગઢમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સુલ્તાનાનો પરિવાર તેને લેવા ગુજરાત આવે ત્યાં સુધી સાવરકુંડલામાં એક આશ્રમમાં રહેવાની વ્યવસ્થા પણ પોલીસે કરી છે.

error: Content is protected !!