અમર પ્રેમની કહાનીના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. એવામાં એવો જ એક હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક કપલના 6 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બંને વચ્ચે ખુબજ ગાઢ પ્રેમ હતો અને ખુબ આનંદમય જીવન વિતાવતા આ કપલને જાણે કોઈની નજર લાગી ગઈ, પતિનું હાર્ટ એટેકના કારણે અચાનક જ નિધન થયું, જેના વિરહમાં ભાંગી પડેલી પત્નીએ પતિની 13મીના એક દિવસ બાદ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ મામલો હિમાચલ પ્રદેશના હમીરપુરના ચંબોહ ગામનો છે. જ્યા 24 વર્ષની બબીતાના લગ્ન 6 વર્ષ પહેલા કરન ઠાકુર સાથે થયા હતા. અને તેમને કોઈ સંતાન નહતું. પરંતુ 14 દિવસ પહેલા હાર્ટ એટેકના કારણે લાડલા દીકરા કરણનું મોત થતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. અને પત્નીના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા હતા.
એવામાં પતિના અચાનક નિધનના આઘાતમાં સરી પડેલી પત્નીએ ભયાનક પગલું ભર્યું હતું. પત્નીએ પતિના 13મીના એક દિવસ બાદ સવારે ઝેરી પદાર્થ ગટગટાવી લીધો હતો. જ્યારે પરિવારને આ વાતની જાણ થતાજ તેઓ તાત્કાલિક બબીતાને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા. અહીં ટૂંકી સારવાર દરમિયાન જ બબીતાનું મોત નીપજ્યું હતું.
બબીતાના મોત અંગે પોલીસે ગુનો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને પરિવારને સોંપી દીધો છે. ભોરંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સૂરમ સિંહે મહિલાના મોતની પુષ્ટિ કરી છે, અને કેસ નોંધવામાં આવ્યો છે અને સાથે સાથે તપાસ હાથ ધરાઈ છે, અને સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.