ગુજરાતમાં અહીં શિક્ષકે દારૂના નશાની હાલતમાં બેફામ વાણી વિલાસ કર્યો, લથડિયા ખાતો વીડિયો વાઇરલ

વાંકીખાખર ગામમાં શિક્ષણ જગતને કંલકિત કરતી ઘટના સામે આવી છે. વાંકીખાખર ગામની સ્કૂલનો શિક્ષક દારૂના નશામાં દ્યુત થઇને લથડિયા ખાતો જોવા મળ્યો હતો અને બે ફામ વાણી વિલાસ કરતો જોવા મળ્યો હતો. શિક્ષકનો વીડિયો વાઇરલ થતાં શિક્ષણ ક્ષેત્રે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નસવાડીના ટીપીઓ હિતેન્દ્ર ઝાલાએ જણાવ્યું હતું કે, નશો કરેલા શિક્ષકના વાઇરલ વીડિયો બાબતે તપાસ કરી છે અને શિક્ષક સામે શિક્ષાત્મક પગલા ભરવા માટે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને ભલામણ કરી છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાંકીખાખર ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શિક્ષક પ્રકાશભાઇ શંકરભાઇ ચૌધરી આજે દારૂના નશાની હાલતમાં શાળામાં આવ્યો હતો. જેથી ગ્રામજનો સ્કૂલમાં દોડી આવ્યા હતા અને શિક્ષકને નશાની હાલતમાં જોતા હોબાળો મચાવ્યો હતો અને ગ્રામજનોએ જાતે તેનો વીડિયો બનાવીને નસવાડી તાલુકામાં વાઇરલ કર્યો હતો. જેને લઈને નસવાડી તાલુકા શિક્ષણ અધિકારીને આ વાતની ખબર પડતાં તુરંત જ સીઆરસીને જાણ કરીને શાળામાં મોકલ્યા હતા અને સ્થળ પંચકાસ કરીને ગ્રામજનોના નિવેદન લીધા હતા. જેમાં શિક્ષક નશામાં હોવાનો તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કર્યો હતો.

નવસાડી તાલુકાની 247 જેટલી સ્કૂલોમાં હાલ 37 જેટલા સ્કૂલ ઇન્સ્પેક્ટરો ગુણોત્સવ 2.0ની કામગીરી કરી રહ્યા છે, ત્યારે શિક્ષકોને વિદ્યાર્થીઓના શિક્ષણની કંઇ પડી ન હોય તેવી ઘટના સામે આવી છે. નશામાં દ્યુત શિક્ષકનો વીડિયો વાઇરલ થતાં નસવાડી પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શિક્ષકોના બેજવાબદારી ભર્યા વર્તનની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, તેમ છતાં શિક્ષકો સુધરતા ન હોવાના દ્રશ્યો ફરીથી સામે આવ્યા છે. અગાઉ નસવાડી તાલુકામાં જ શિક્ષકો દ્વારા બાળકો પાસે સ્કૂલમાં સાફ સફાઇનો વીડિયો સામે આવ્યો હતો.શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના: પ્રાથમિક શાળાના શિક્ષકે દારૂના નશાની હાલતમાં બેફામ વાણી વિલાસ કર્યો, લથડિયા ખાતો વીડિયો વાઇરલ

error: Content is protected !!