70,000 રૂપિયાની નોકરીને ઠોકર મારીને બન્યો ગામનો સરપંચ, ગામને બનાવ્યું સ્વર્ગથી પણ વધારે સુંદર

ગુજરાતમાં અંદાજે 8500 કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે ગત રવિવારે મતદાન થયું હતું. મંગળવારે થયેલી આ મતગણતરી પછી અનેક અનેક યુવાનો સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. અનેક યુવક-યુવતીઓના હાથમાં ગામનું સુકાન આવ્યું છે. ત્યારે અનેક ગામોને નવા સરપંચો મળ્યા છે. જો જીલ્લાનો વિકાસ કરવો હોય તો પહેલા નાના ગામડાઓ અને તાલુકાઓનો વિકાસ કરવો પડે, અને તેના માટે સરપંચે પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડે. આજે તમને એવી વાત જણાવીશું કે જો એક સરપંચ ધારે તો શુ નો કરી શકે?

આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ મહિપતસિંહ ચૌહાણ છે જે ની ઉમર માત્ર 31 વર્ષ ની છે, તેઓએ બેંગલોરમાં મહિનાના 70000 રૂપિયાના પગારને ઠોકર મારીને પોતાના ગામ લવાલ આવવાનું નક્કી કર્યું અને ગામના વિકાસ કરવા માટે સરપંચ બનવાનું નક્કી કર્યુ. મહિપતસિંહ ચૌહાણે ગામના સરપંચ બનતાની સાથે જ એક્શનમા આવી ગયા અને અને ગામ માટે શુ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું!

મહિપતસિંહ ચૌહાણે સૌ પ્રથમ તો ગામને સાફ અને ચોખ્ખું કરવાનો નિર્ણય કર્યો અને ગામમાં રહેલી ગંદગીને દૂર કરાવી. આ કામંમા અનેક યુવાનો તેમની સાથે જોડાયા, આટલું જ નહીં ગામમાં રહેલા ગેરકાયદેસર દબાણ પણ હટાવવામા આવ્યા. ત્યાર બાદ દિકરીઓ માટે પણ એક યોજના પણ લઈને આવ્યા, જેમા જે ઘરમાં દિકરીનો જન્મ થાય તેના પરિવા ને 1000 રુપિયાની નાણાંકીય સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું.

આ ઉપરાંત ગામમા લાઉડ સ્પીકરની સુવિધા આપવામા આવી, જેથી કરીને ગામના દરેક લોકો સુધી નવી યોજના, સુચના અને જાણકારી મળતી રહે. સાથે-સાથે સ્પીકરમા સવારે પ્રાર્થનાથી દિવસની શરુઆત કરવામા આવતી હતી. આપણે અનેક શહેરોમા CCTVની સુવિધા જોઈ હશે પરંતુ ગામડામા ઓછી હોય છે ત્યારે સરપંચ મહિપતસિંહ ચૌહાણે ગામમા CCTVની પણ વ્યવસ્થા ઉભી કરી હતી.

1500 વસ્તી ધરાવતા નાનકડા એવા ગામમા 2000 વૃક્ષોનું જતન કરવાનો નિર્ધાર કરવામા આવ્યો અને લોકોને પ્રકૃતિ શું છે તેના વિશે માહિતગાર કરવામા આવ્યા. આ ઉપરાંત નિરાધાર વૃધ્ધોને મફત ભોજન મળી રહે તેની માટેની પણ સુવિધા ઉભી કરવામા આવી. આજનું સૌથી મોટુ દુષણ એટલે દારુ ! ગામમા દારુબંધીનો કડક અમલ કરાવવામાં આવ્યો અને વર્ષમા બે જાહેર ગ્રામ સભાનું આયોજન થવા લાગ્યુ, જેમા સરપંચના કામનુ મૂલ્યાંકન કરવાનું અને પોતાના પ્રશ્ર્નો રજુ કરવામા આવતા. ગામોનો આર્થિક આધાર ખેતી પર રહેલો છે ત્યારે સરપંચે ખેડુતો માટે પણ ખુબ એવું સારુ કામ કરેલુ છે. ખેડુતો માટે એક યોજના અમલમાં મૂકવામા આવી છે જેમા ખેડૂતોને રોકડ પુરસ્કારો આપવાનુ નક્કી કરાયું છે.

મહિપતસિંહ ચૌહાણ ગામને આદર્શ ગામ બનાવી દીધુ અને પોતે પણ એક આદર્શ વ્યક્તિ છે અને અનેક યુવાઓને પ્રેરણા આપે છે સાથે સોસિયલ મીડીયા પર લાખોમા Follower ધરાવે છે.એક સરપંચ ધારે તો શુ નો કરી શકે ! ભણેલા ગણેલા યુવા સરપંચે ગામની કાયાપલટ કરી નાંખી, કર્યા એવા કાર્યો કે જાણીને સલામ કરશો

error: Content is protected !!