‘હું ખુશ્બુ છું, તમને ઓળખુ છું’ કહી ઘરે મળવા બોલાવ્યો અને કરી નાંખ્યો મોટો કાંડ, સુરતનો ચેતવણીરૂપ કિસ્સો
આજકાલ હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં લોકોને વિવિધ લાલચ આપીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે બાદમાં પૈસા ખંખેરી લેવામાં આવે છે. અનેક આવી કિસ્સાઓમાં બદનામીના ડરે લોકો ફરિયાદ પણ કરતા નથી. સુરતમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં પોલીસે બે મહિલા સહિત કુલ છ લોકોની અટકાયત કરી છે. આ કેસમાં મહિલાએ જે રીતે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો તે રીત જાણીને ખરેખર સાવધ થઈ જવા જેવું છે.
મળતી માહિતી મુજબ વરાછાના ફરસાણના વેપારીને સિંગણપોર ડભોલીમાં મહિલા સહિતની ટોળકીએ બોલાવીને મહિલાએ વેપારી સાથે અડપલાં કરતા તે સમેય મહિલાના સાગરિતોએ આવી વેપારીને માર મારી તેની પાસેથી 50 હજારની માંગ કરી સ્થળ પરથી 12 હજાર રૂપિયા પડાવી લીધા હતા.
વરાછા મિનીબજારમાં રહેતા 46 વર્ષીય રમેશ પટેલ (નામ બદલ્યું છે) વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવે છે. પખવાડિયા પહેલા અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. રમેશ પટેલ ઓળખતા ન હોવાથી કોઈ રીપ્લાય આપ્યો ન હતો. ત્યાર બાદ તે નંબર પરથી વારંવાર મેસેજ આવતા હતા. સામેથી ‘હું ખુશ્બુ છું, તમને ઓળખું છું’ કહી મેસેજ કરવા લાગી હતી. ગુડ મોર્નિંગના મેસેજ મોકલતી હતી. ત્યાર બાદ રમેશ પણ મેસેજ મોકલવા લાગ્યો હતો.
ગુરુવારે ખુશ્બુએ ‘કોલ મી’ નો મેસેજ કરતા રમેશે તેને કોલ કર્યો હતો. તેણીએ ડભોલી રોડ પર મનીષનગર શાક માર્કેટ પાસે મળવા બોલાવ્યો હતો. સાથે નાસ્તો લેતા આવજો એવું કહેતા રમેશ પટેલ નાસ્તો લઈને ડભોલી મનીષ નગર ખાતે ખુશ્બુને મળવા ગયા હતા. ત્યાં પહેલાથી બે મહિલા બેઠા હતી. ખુશ્બુ રમેશને અંદર બીજા રૂમમાં લઈ ગઈ હતી. ત્યાં ખુશ્બુએ પોતાનું નામ જયશ્રી ઉર્ફે પાયલ ઉર્ફે જાગૃતિ રોહિત બોરડ બતાવ્યું હતું. તે રોહિતના પ્રાયવેટ પાર્ટ સાથે અડપલાં કરવા લાગી હતી. તે જ સમયે બે યુવક રૂમમાં આવ્યા હતા. બે પૈકી એકે ‘હું પાયલનો પતિ છું, તું મારી પાછળ આવું કરે’ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યાર બાદ વધુ 2 જણ આવ્યા હતા. એકે જણાવ્યું કે, તે પાયલનો ભાઈ છે. બધાએ મળી રમેશને ઢોર માર માર્યો હતો.જેથી તમામ વિરૂધ્ધ રમેશે પોલીસ ફરિયાદ આપી હતી.
આરોપીઓએ કહ્યું કે, સમાધાન કરવું હોય તો રૂપિયા આપવા પડશે, નહીં તો તારી પર બળાત્કારનો કેસ કરીશું કહી તે સમયે 10 હજાર પડાવી બીજા 50 હજાર માંગ્યા હતા. રમેશે તેમના મિત્રને ફોન કરી ડભોલી બોલાવ્યો હતો. ત્યાર બાદ તેઓએ કહ્યું કે, રૂપિયાની વ્યવસ્થા થાય એટલે આપી દઈશું. ત્યાર બાદ રમેશે પોલીસ મથકે જઈ પાયલ ઉર્ફે જયશ્રી બોરડ, અસ્મિતા લાભુ ચાવડા, દર્શન દિનેશ ગોસ્વામી, આકાશ પુરુષોત્તમ વાઘેલા, ભોલુગીરી ગોસ્વામી અને રાહુલ કાપડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’ખુશ્બૂ’એ નાસ્તો લઈને આવવા કહ્યું અને વેપારી સાથે થઈ ગયો મોટો કાંડ!, ‘રૂપિયા આપ બાકી બળાત્કારનો કેસ કરીશ, પછી શું….