સોશિયલ મીડિયા દ્વારા સેનાના જવાનો સાથે મીઠી-મીઠી વાતો કરી મિત્રતા કરતી, પછી હની ટ્રેપમાં ફસાવી ઠગતી હતી મોટી રકમ

પોલીસે એક કોલ ગર્લ અને તેની ગેંગના સભ્યોને પકડ્યા છે. આ લોકો સેનાના જવાનોને ફસાવતા હતા અને તેમની પાસેથી પૈસાની છેતરપિંડી કરતા હતા. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી યુવતી આર્મીના જવાનો સાથે દોસ્તી કરતી હતી અને પછી તેમને હોટલમાં આમંત્રણ આપતી હતી. આ દરમિયાન તેમના વીડિયો બનાવવામાં આવતા હતા અને આ વીડિયોના આધારે સૈનિકો પાસેથી પૈસા ઠગવામાં આવતા હતા. મેરઠ પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

આ મામલે વધુ વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે સેનાના જવાને સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું કે મેરઠની એક યુવતીએ તેને હોટલમાં બોલાવ્યો અને તેની સાથે છેતરપિંડી કરી. જવાનની ફરિયાદના આધારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી અને આરોપી યુવતીને પકડી પાડી. હકીકતમાં સૈનિકની ફરિયાદના આધારે પોલીસે હોટલમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી યુવતી અને તેના એક સાથીની ઓળખ કરી હતી. જે બાદ નૌચંદી પોલીસે તેમને પકડી લીધા.

પકડી લીધા પછી, છોકરીની પૂછપરછ કરવામાં આવી જેમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા અને તેના સાથીઓના નામ પણ જાહેર કર્યા. પોલીસે યુવતી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલી રહી છે. પોલીસ તેમને પકડવા સતત પ્રયાસો કરી રહી છે. સાયબર સેલ અને મેરઠ પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ જવાનોને છેતરતા હતા. તેઓ રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતના સૈનિકોને નિશાન બનાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકોએ એક ડઝનથી વધુ લોકોને છેતર્યા છે. આ યુવતીએ મુઝફ્ફરનગર નિવાસી આર્મી જવાન પાસેથી સોનાના દાગીના પણ ઠગ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતી ગેંગની લીડર છે. આરોપી અગાઉ સોશિયલ મીડિયા દ્વારા સેનાના જવાનો સાથે દોસ્તી કરતી હતી. તે પછી તે તેને હોટલમાં મળવા માટે ફોન કરતી હતી. જ્યારે તે હોટલમાં આવતો હતો. ત્યારે તેના અશ્લીલ વીડિયો બનાવવામાં આવતા હતા. આ પછી યુવતી જવાનને બ્લેકમેલ કરીને પૈસાની છેતરપિંડી કરતી હતી. યુવતીની સાથે તેના બે સાથીઓ પણ આ કામમાં જોડાયેલા હતા.

પોલીસને આરોપી યુવતી પાસેથી 12 નકલી આઈડી મળ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે દરેક જવાન સાથે અલગ અલગ આઈડી સાથે વાત કરતી હતી. આરોપી યુવતી લગભગ એક વર્ષ સુધી સેનાના જવાનોને હની ટ્રેપમાં ફસાવી રહી હતી. થોડા દિવસો પહેલા તેણે હરિયાણાથી એક સૈનિકને મેરઠ બોલાવ્યો હતો. આ પછી તે સૈનિકને હોટલમાં લઈ ગઈ, જ્યાં તેણે તેની સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો. સૈનિકને બેભાન કર્યા બાદ તે પોતાનો તમામ સામાન લઈને હોટલમાંથી ભાગી ગઈ હતી.આર્મી જવાનોને હોટલમાં બોલાવતી યુવતી, ને પછી અશ્લિલ વીડિયો બનાવી કરતી બ્લેકમેલ, પોલીસે દબોચી લીધી

error: Content is protected !!