પત્નીને પિયર મૂકીને આવતાં પતિ પર ત્રાટક્યો કાળ, કારમાંથી મૃતદેહ કાઢતાં કલાકો થયા

પત્નીને પિયર મૂકીને આવતાં પતિ પર ત્રાટક્યો કાળ, કારમાંથી મૃતદેહ કાઢતાં કલાકો થયા

એક હસતો-ખેલતો પરિવાર પળવારમાં પિંખાઈ ગયો હતો. યુવકના લગ્નજીવનની હજી તો શરૂઆત થઈ હતી અને કાળ ત્રાટક્યો હતો. પત્નીના હાથની મહેંદીનો રંગ પણ હજી નહોતો ઉડ્યો અને તેનું સિંદૂર ભુંસાઈ ગયું. લગ્ન બાદ દંપતી ખૂબ ખુશ હતું, કપલે જીવનમાં જોયેલા સપનાઓ સાકાર કરવાની શરૂઆત કરી કે કોઈની નજર લાગી ગઈ હતી. નવવિવાહિત પત્નીને છોડીને ઘરે પરત ફરી રહેલા યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

આ આઘાતજનક બનાવ હરિયાણામાં સામે આવ્યો છે. અહીંના દાદરી શહેરના ઝરના ઘાટ વિસ્તારમાં રહેતાં આશુતોષ સ્વામી નામનો યુવક ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. તેના ગયા 5 ફેબ્રુઆરીએ લગ્ન થયા હતા. તે લગ્ન બાદ પોતાની ટિયાગો કારમાંથી પત્નીને તેના પિયર છોડીને પાછો ઘરે આવી રહ્યો હતો.

ઘટના સ્થળે જ યુવકે દમ તોડી દીધો
પત્નીને પિયર મૂકીને પાછો ફરતો આ યુવક દાદરી-દિલ્હી રોડ પર સમસપુર પાસે પહોંચ્યો હતો કે ખતરનાક સ્પીડમાં આવતાં ટમ્પરે તેની કારને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ચિંથરા ઉડી ગયા હતા.

આશુતોષે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બુકડો બોલી ગયેલી કારમાંથી આશુતોષના મૃતદેહને બહાર કાઢવામાં પોલીસને ખૂબ મહેનત કરવી પડી હતી.

પત્નીને પિયર મૂકીને આવતો હતો
મૃતક આશુતોષના સંબંધી સુભાષ સ્વામીએ જણાવ્યું હતું કે તેના ભત્રીજા આશુતોષના 15 દિવસ પહેલા લગ્ન થયા હતા. તે પોતાની કારમાં પત્નીને તેના પર છોડીને રેવાડી જતો હતો. આ દરમિયાન સમસપુર ગામ પાસે તેજ ગતિથી આવતાં ટમ્પરે ટક્કર મારી દીધી હતી. પોલીસે હાલ સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે. પોલીસે વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો હતો.

15 દિવસ પહેલા લગ્ન થયા હતા.
મૃતક આશુતોષ સ્વામીએ ગયા પાંચ ફેબ્રુઆરીના રોજ ધિકાડા રોડ પર રહેતી રચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નને હજી 15 દિવસ પણ નહોતા વિત્યા અને રચનાના હાથની મહેંદી પણ હજી નહોતી ગઈ ત્યારે તેનો સુહાગ છિનવાઈ ગયો.

બંનેના પરિવાર હજી લગ્નના જશ્નના માહોલમાંથી બહાર પણ નહોતા આવ્યાને હવે શોકમાં ડૂબી ગયા છે. ઘટના બાદ બંને પરિવારના હૈયાફાટ રુદનથી ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.