અમરેલીની બેંકમાં ઘુસેલા ખૂંખાર ગુનેગારને ગુજરાતના PSI દીપસિંહે કર્યો ભોય ભેગો, ચોરી કરતાં દબોચી લીધો

અમરેલી: અમરેલીના પીપાવાવમાં આવેલી એક્સિસ બેંકની શાખામાં ચોરીના ઈરાદે એક તસ્કર ઘૂસતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બેંકમાં તસ્કર ઘૂસ્યો હોવાની પોલીસને જાણ થતા પોલીસની ટીમે બેંકને કોર્ડન કરી લીધી હતી. આ દરમિયાન તસ્કરે સળિયા વડે પીએસઆઈ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપી ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. ચોરી કરવા ઘૂસેલો તસ્કર ટ્રક ડ્રાઈવર અને પંજાબનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે.

પીપાવાવ પોર્ટ પર એક્સિસ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ
અમરેલીના પીપાવાવ પોર્ટ પર આવેલી એક્સિસ બેંકની શાખામાં આજે સવારના ભાગે એક શખ્સ ચોરીના ઈરાદે ઘૂસ્યો હતો. બેંક બિલ્ડીંગના પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી તસ્કર બેંકમાં પ્રવેશ્યો હતો. જો કે, બેંકમાં ઉપલબ્ધ ઈન્ટ્રુડર એલાર્મ સિસ્ટમના કારણે બેંક મેનેજર અને બેકની મુખ્ય શાખાને બેંકમાં અજુગતુ બન્યાની જાણ થઈ હતી. જેથી બેંક મેનેજરે તુરંત પોલીસનો સંપર્ક કરી જાણકારી આપી હતી.

અમરેલી પોલીસે તસ્કરને ઝડપી પાડવા બેંકનો કોર્ડન કરી લીધી
સવારના સમયે બેંક બંધ હતી મુખ્ય દરવાજો પણ બંધ હતો. પરંતુ, તસ્કર પાછલના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી બેંકમાં પ્રવેશ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જેથી પોલીસે બેંકને કોર્ડન કરી લીધી હતી.

PSIએ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
બેંકને કોર્ડન કરી પોલીસે તપાસ કરતા જ બેંકમાં ઘૂસેલા આરોપીએ સળિયા વડે PSI પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ખૂંખાર શખ્સને કાબૂમાં કરવા માટે PSI દીપસિંહ તુવરે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. ફાયરિંગમાં આરોપીને પગમાં ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી પંજાબનો રહેવાસી
પીપાવાવની એક્સિસ બેંકમાં ચોરીના ઈરાદે ઘૂસેલો જે આરોપી ઝડપાયો છે તેનું ધર્મપ્રીતસિંગ અને તે પંજાબનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ટ્રક ડ્રાઈવીંગ કરે છે તે પીપાવાવમાં ટ્રક લઈને જ આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે.

SP સહિતનો પોલીસ કાફલો ઘટનસ્થળ પર પહોંચ્યો
ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા નિરલિપ્ત રાય,LCB,SOG પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે આસપાસના પોલીસ સ્ટેશન અધિકારીઓ પણ મદદ માટે દોડી ગયા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને બેન્ક તરફથી ફરિયાદ આપવા માટેની કાર્યવાહી શરૂ છે.

ખાનગી બેંકમાં 40 લાખની રોકડ રકમ હતી
પંજાબનો તસ્કર કોવાયાની જે બેંકમા ચોરી કરવાના ઇરાદે ઘુસ્યાો હતો તે બેંકમા રૂપિયા 40 લાખની રોકડ રકમ પડી હતી. જાે કે આ તસ્કર તેમાથી એક રૂપિયો પણ ચોરી શકયો નહતો. બલકે પોલીસના ફાયરીંગમા ઘાયલ થઇ ગયો હતો.

અન્ય 1 શખ્સ રેકી કરતો હતો?
દરમિયાન એવુ પણ કહેવાય છે કે આ શખ્સ બેંકમા ચાેરી કરવા ઘુસ્યો તેની સાથે મદદગારીમા એક અન્ય શખ્સ હતો. જે રેકી કરતો હતો. આ દિશામા પોલીસે તપાસ શરૂ કરી છે.

તસ્કર સામે શું ગુનો નોંધાયો?
આ શખ્સ સામે બેંકમા ઘરફોડ ચોરી, પોલીસ પર હુમલો, પોલીસને જાનથી મારી નાખવાની કોશિષ, પોલીસની ફરજમા રૂકાવટ અને ચોરીની કોશિષ અંગે ગુનો નાેંધાયો છે.

પંજાબનો તસ્કર નામચીન ગુનેગાર છે
સ્થાનિક પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે ડ્રાઇવીંગનો ધંધો કરતો આ શખ્સ ટ્રક લઇને અહી આવ્યો હતો. તે પંજાબમા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ પર હુમલો કરવાની ટેવવાળો શખ્સ છે. પંજાબમા તેણે કેવા કેવા ગુના કર્યા છે તેનો તાળો પોલીસ મેળવી રહી છે.ગુજરાતના બાહોશ PSIએ બેંકમાંથી લાખોની ચોરી અટકાવી, ગુનેગારે પોલીસ પર સળિયા વડે હુમલો કર્યો છતાં હિંમતપૂર્વક સામનો કરી દબોચી લીધો, જુઓ તસવીરો

error: Content is protected !!