પ્રેમીપંખીડાએ જીવન ટૂંકાવ્યું, પરિવારે તેમની પ્રતિમા બનાવીને લગ્ન કરાવ્યા

ગુજરાતનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. છેવાડાનાં અંતરિયાળ નિઝર તાલુકાનાં નેવાળા ગામમાં એક વર્ષ પહેલા પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો હતો. જેના એક વર્ષ બાદ પરિવારે પ્રેમી પંખીડાની પ્રતિમા બનાવીને પરિવારે લગ્નવિધિ પણ કરી છે. પ્રેમી પંખીડાએ દુનિયાને અલવિદા કહી દીધાં બાદ બંને પ્રેમી પંખીડાના લગ્ન થયા હોય તેવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સાએ હાલ આખા પંથકમાં ચર્ચા જગાવી છે.

નિઝરના નેવાળા ગામમાં એક વર્ષ પહેલાં પરિવારજનોએ પ્રેમ સંબંધનો અસ્વીકાર કરતાં બંને પ્રેમી પંખીડાએ રાત્રિ દરમિયાન એક ઝાડની ડાળી પર દોરડું બાંધીને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જેની સાથે બંને પ્રેમી પંખીડાએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી હતી.

બંને પ્રેમી પંખીડાના મૃત્યુના એક વર્ષ બાદ પરિવારજનોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવીને આદિવાસી રીત રિવાજ મુજબ ગત 14મી જાન્યુઆરીએ લગ્નવિધિ કરાવી દીધી છે. પ્રેમી પંખીડાએ દુનિયાને અલવિદા કહી દીધાં બાદ બંને પ્રેમી પંખીડાના લગ્ન થયા હોય તેવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પરિવારજનોએ એક વર્ષ પહેલાં પ્રેમ સંબંધને ન સ્વીકારતા પ્રેમી જોડાએ આપઘાત કર્યો હતો. એક વર્ષ બાદ પરિવારજનોએ બંને મૃતક યુવક યુવતીની પ્રતિમા બનાવીને લગ્નવિધિ કરાવ્યા છે. આખા પંથકમાં ચર્ચા થઇ રહી છે કે, શા માટે આપઘાત કર્યાના એક વર્ષ પછી બંને યુગલના લગ્ન કરાવવાની પરિવારજનોને જરૂર પડી?

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં ખાસ કરીને છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રેમ સંબંધને લઈને આત્મહત્યાના અનેક કિસ્સા સામે આવતાં રહ્યાં છે. એવી જ રીતે તાપીના છેવાડાના નિઝર તાલુકાના નેવાળા ગામે ગણેશ પાડવી અને રંજના પાડવી નામના પ્રેમી પંખીડાએ એક વર્ષ અગાઉ પોતાના પરિવારજનોએ પ્રેમસંબંધનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી.

પરિવારજનો અને ગામવાસીઓએ બંનેની પ્રતિમાનાં લગ્ન કરાવીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી. તેમજ બંને પ્રેમી પંખીડાને પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. જેને કારણે બંને યુવક યુવતીને માઠું લાગી જતા બંનેએ એક સાથે ઝાડની ડાળીએ લટકીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે સમગ્ર પંથકમાં ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!