ગેસ્ટહાઉસના સ્ટાફને શંકા જતા બોયફ્રેન્ડ પાસે સૂટકેસ ખોલાવી, સૂટકેસ ખૂલતાં જ જોનારાના મોતિયા મરી ગયા

એક કંપારી છૂટાવી દેતો હીચકારો બનાવ સામે આવ્યો છે. એક પ્રેમીએ તેની પ્રેમિકાને જન્મદિવસના બહાને ગેસ્ટહાઉસમાં બોલાવી હતી. કેક કાપીને જન્મદિવસ પણ મનાવ્યો હતો. પછી પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો હતો. તેણે તકિયાથી ગર્લફ્રેન્ડનું મોંઢુ દબાવીને હત્યા કરી હતી. યુવાન પ્રેમિકાની લાશને સૂટકેસમાં ભરીને નિકાલ કરવા જતો હતો ત્યારે ગેસ્ટહાઉસના સ્ટાફને શંકા ગઈ હતી. જેથી સૂટકેસ ખોલવામાં આવતા હાજર સૌ કોઈનો મોતિયા મરી ગયા હતા. સૂટેકસમાં લાશને વાળીને પેક કરવામાં આવી હતી. આ દૃશ્ય જોનારા હચમચી ગયા હતા.

એક સનસનાટીભર્યા કિસ્સો હરિદ્વારનો છે. જિલ્લાની પીરાન કલિયાર પોલીસે એક છોકરાને હત્યાના આરોપમાં જેલમાં મોકલી દીધો. સૂટકેસમાંથી છોકરીની લાશ મળી આવતા પહેલા આરોપી છોકરાએ પ્રેમ પ્રકરણની વાત કહી અને કહ્યું કે છોકરીએ આત્મહત્યા કરી છે, પછી એમ પણ કહ્યું કે તે પણ આત્મહત્યા કરવા જઈ રહ્યો છે, પરંતુ બાદમાં મામલો મર્ડર સુધી આવ્યો. આગળ આ કેસમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ છોકરા-છોકરીઓ જ્યાં રોકાયા હતા તે હોટેલની બહારથી એક સ્કૂટી અને એક છરી પણ મળી આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મામલો એવો છે કે ગુલશેર ઉર્ફે ગુલબેઝ નામના છોકરાએ એક છોકરીને પીરાન કાલીયારના ગેસ્ટ હાઉસમાં બોલાવી હતી. થોડા સમય પછી જ્યારે આ છોકરો હોટલમાંથી બહાર આવ્યો ત્યારે સૂટકેસ યોગ્ય રીતે ઉપાડવામાં આવી રહી ન હતી. સ્ટાફને આ અંગે શંકા જતાં સૂટકેસને પકડીને ખોલવામાં આવી હતી. તેમાંથી યુવતીનો મૃતદેહ બહાર આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે પોલીસે આવીને આ મામલે પૂછપરછ કરી તો પહેલા યુવકે આત્મહત્યાની વાત રચી, પરંતુ બાદમાં મામલો હત્યાનો સામે આવ્યો.

શું હતું આરોપીનું મનસૂબો?
આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે અને મૃતક વર્ષોથી પ્રેમમાં હતા, પરંતુ પરિવારના સભ્યો લગ્ન કરવા દેતા ન હતા. જેનાથી નારાજ તેની પ્રેમિકાએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. છોકરાએ કહ્યું કે તે તેના મૃતદેહને સૂટકેસમાં લઈને નદીમાં લઈ જઈ રહ્યો હતો અને તે પછી તેણે પોતે પણ આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ આ કેસમાં યુવતીના પિતા રશીદે પોલીસને આપેલા નિવેદનથી મામલો બદલાઈ ગયો હતો.

ખરેખર શું થયું?
રશીદની તહરીર બાદ પોલીસ પૂછપરછમાં છોકરાએ કબૂલાત કરી હતી કે બંને વચ્ચે લાંબા સમયથી અફેર હતું અને છોકરો લગ્ન માટે દબાણ કરતો હતો, પરંતુ યુવતીએ ના પાડી દીધી હતી. ત્યારપછી તેણે પ્લાન બનાવીને યુવતીને ગેસ્ટ હાઉસમાં બોલાવી અને ઓશીકું વડે ગૂંગળાવીને તેની હત્યા કરી નાખી. હરિદ્વાર દેહતના એસપી પ્રમેન્દ્ર ડોબાલના જણાવ્યા અનુસાર, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સ્થળ પરથી પુરાવા મેળવ્યા છે.ગેસ્ટહાઉસમાં કેક કાપી પ્રેમિકાને આપ્યું દર્દનાક મોત, લાશને વાળી સૂટેકસમાં આ રીતે ભરી, ધ્રુજાવી દેતો બનાવ

error: Content is protected !!