સલામ છે ગુજરાતના આ મહિલા DCPને, દીકરાને જન્મ આપ્યાના માત્ર પોણા બે મહિનામાં જ ક્રાઈમ બ્રાન્ચમાં ડ્યૂટી સંભાળી
સુરતના ઈતિહાસમાં પ્રથમવાર ક્રાઈમ બ્રાંચમાં મહિલા ડીસીપી તરીકે રૂપલ સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. 14 ફેબ્રુઆરીએ માતા બનેલા રૂપલ સોલંકીએ સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતાં જ જણાવ્યું હતું કે, સ્ત્રી મા બને ત્યારે વધુ મજબૂત બની જતી હોય છે. શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે ટીમ સાથે મળીને પ્રયાસ કરવામાં આવશે. સાથે જ શી ટીમ વધુ રસ લઈને મહિલાઓ સાથેના અત્યાચારો ઓછા થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
સુરતમાં સૌપ્રથમ વખત મહિતા ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ રૂપલ સોલંકીએ કહ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં મેલ-ફીમેલ જેવો કોઈ જ ભેદભાવ હોતો નથી. મને પોલીસ ડિપાર્ટમેન્ટમાં એવો ભેદભાવ પણ ક્યારેય ફિલ થયો નથી. જે જવાબદારી મળે તેને સંપૂર્ણ નિષ્ઠાથી સંભાળવાની હોય છે. સુરતમાં પ્રથમવાર આ પ્રકારની જવાબદારી મળી છે જેને નિભાવવા હું એક્સાઈટેડ છું.
બીજા સંતાન તરીકે દીકરાને જન્મ આપનાર રૂપલ સોલંકીએ આજે સુરત ડીસીપી તરીકેનો ચાર્જ સંભાળતા જ કહ્યું હતું કે, મેં મેરીકોમ નામની ફિલ્મ જોઈ હતી. જેમાં મેરીકોમ પોતાના જોડિયા સંતાનો સાથે તાલિમ મેળવવા કોચ પાસે જતી હોય છે. આ ફિલ્મનો એક ડાયલોગ મને યાદ છે કે, સ્ત્રી માતા બને ત્યારે વધુ મજબૂત થઈ જતી હોય છે. હું મારા કામની સાથે પરિવારની પણ જવાબદારી સંભાળીશ.
સુરતમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે સરકાર સાથે અને કમિશનરના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનું કહેતા રૂપલ સોલંકીએ કહ્યું હતું કે શહેરમાં મહિલાઓ માટે શી ટીમ કામ કરે છે. આ ટીમમાં પણ હું રસપૂર્વક કામ કરીશ. સાથે જ બાળકોને લગતા ગુનાઓનું પ્રમાણ ઘટે તે માટે પણ પ્રયાસો કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું હતું.આ મહિલા DCPએ દીકરાને જન્મ આપ્યા બાદ મેટરનીટી લીવ લેવાના બદલે ક્રાઈમ બ્રાન્ચમાં ડ્યૂટી સંભાળી, બાળકને ઘરે મૂકીને કરશે ડ્યૂટી, કારણ વાંચીને નહીં આવે વિશ્વાસ